મુંબઇ તા.18 મે 2019 શનિવાર
મેગાસ્ટાર અમિતાભ બચ્ચને તાજેતરમાં પોતાના બ્લોગ પર એક યાદગાર તસવીર શૅર કરી હતી. તસવીર સાથે પહેલાં પોતાના ફેન્સને પૂછ્યું હતું, આ બેબીને ઓળખો છો કે ?
ત્યારબાદ પોતેજ એનો પરિચય આપતાં લખ્યું હતું કે આ કરોડોની માનીતી અભિનેત્રી કરીના કપૂર છે. ૧૯૮૩માં અમારી ફિલ્મ પુકાર બની રહી હતી ત્યારે એ પોતાના પપ્પા સાથે સેટ પર આવી હતી. એને પગમાં ઇજા થઇ ત્યારે મેં બામ લગાડી આપીને એની પીડા ઓછી કરવાનો પ્રયાસ કર્યો હતો.
આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, ઝીનત અમાન અને રણધીર કપૂર ચમક્યાં હતાં. રણધીર કપૂર સાથે કરીના સેટ પર ગઇ હતી. એને થોડીક ઇજા થઇ હતી એટલે એ અપસેટ હતી ત્યારે અમિતાભે એને પાટાપીંડી કરીને રાહત આપવાનો પ્રયાસ કર્યો હતો. એ તસવીર અમિતાભે પોતાના બ્લોગ પર મૂકી ત્યારે એના અનેક ફેન્સે આ ફોટોગ્રાફને બિરદાવ્યો હતો.
અમિતાભ સતત પોતાના ચાહકો સાથે બ્લોગ દ્વારા સંપર્કમાં રહે છે અને રોજબરોજની કેટલીક વાતો ચાહકો સાથે શૅર કરે છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WPpUJd
via Latest Gujarati News
0 Comments