આઇસીઆઇસીઆઇ બેંકના પૂર્વ સીઇઓ ચંદા કોચર અને પતિ દિપક કોચરની ઇડી આઠ કલાક પૂછપરછ


(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 13 મે, 2019, સોમવાર

બેંક લોન છેતરપિંડી અને મની લોન્ડરિંગ કેસના સંદર્ભમાં આઇસીઆઇસીઆઇ ેબેંકના પૂર્વ સીઇઓ ચંદા કોચર ને તેમના પતિ દિપક કોચર આજે ઇડી સમક્ષ હાજર થયા હતાં. 

ઉલ્લેખનીય છે કે બંને વિરુદ્ધ બેંક લોન છેતરપિંડી અને મની લોન્ડરિંગનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. દંપતિ આજે નવી દિલ્હીના ખાન માર્કેટમાં આવેલા ઇડીના મુખ્યાલયમાં ૧૧ વાગ્યાના નિર્ધારિત સમયથી પહેલા પહોંચી ગયા હતાં. 

પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ(પીએમએલએ) હેઠળ નિવેદન નોંધવા માટે આજે બંનેને ઇડીની સમક્ષ હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો હતો. કોચર દંપતિને આ મહિનાની શરૃઆતમાં જ ઇડી સમક્ષ હાજર થવાના નિર્દેશ આપવામાં આવ્યા હતાં પણ તેમણે વધુ સમયની માગ કરી હતી અને તેમની આ વિનંતી મંજૂર કરવામાં આવી હતી. 

દિપક કોચરના ભાઇ રાજીવ કોચરની પણ ઇડીએ કેટલાક દિવસો અગાઉ પૂછપરછ કરી હતી.  ઉલ્લેખનીય છે કે આ કેસ ૨૦૦૯ અને ૨૦૧૧ દરમિયાન આઇસીઆઇસી-આઇ બેંક દ્વારા વીડિયોકોન જૂથને ૧૮૭૫ કરોડ રૃપિયાની લોનને મંજૂરી આપવામાં કથિત અનિયમિતતા અને ભ્રષ્ટ કાર્યવાહી સાથે સંકળાયેલો છે. 

તપાસમાં જાણવા મળ્યું હતું કે વીડિયોકોન જૂથના વેણુગોપાલ ધૂતે કથિત રીતે નૂ પાવર રિન્યુએબ્લસ લિમિટેડમાં પોતાની કંપની સુપ્રીમ એનર્જી દ્વારા રોકાણ કર્યુ હતું. જેના બદલામાં જણાવવામાં આવ્યું હતું કે ચંદા કોચર આઇસીઆઇસીઆઇ બેંકમાંથી લોન મંજૂર કરાવી દેશે.  ઇડીએ ચંદા કોચર, તેમના પરિવાર અને વીડિયોકોન જૂથના વેણુગોપાલ ધૂતના મુંબઇ અને ઔરંગાબાદ સ્થિત ઘરોમાં દરોડા પાડયા હતાં.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2E8CX0P
via Latest Gujarati News

Post a Comment

0 Comments