
નવી દિલ્હી, તા. 27 મે, 2019, સોમવાર
નરેન્દ્ર મોદી આગામી ૩૦મી મેએ વડા પ્રધાન પદે શપથ ગ્રહણ કરવા જઇ રહ્યા છે. તેમના આ શપથ ગ્રહણ સમારોહમાં બિમ્સટેક દેશોના નેતાઓ હાજર રહેશે સાથે વિદેશથી પણ મહેમાનોને આમંત્રીત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ૩૦મી મેએ સાંજે સાત કલાકે રાષ્ટ્રપતિ ભવન ખાતે મોદીના શપથ લેવડાવશે સાથે મંત્રીઓ પણ શપથ ગ્રહણ કરશે. આ દરમિયાન અન્ય દેશોના મહેમાનો પણ હાજર રહેશે.
પ્રાપ્ત માહિતી અનુસાર હાલ બિમ્સટેક દેશોના નેતાઓને આમંત્રીત કરાયા છે. બિમ્સટેક એટલે કે બે ઓફ બેંગાલ ઇનિસિએટીવ ફોર મલ્ટિ સેક્ટરલ ટેક્નોલોજી એન્ડ ઇકોનોમિક કોઓપરેશન) દેશમાં ભારત ઉપરાંત બાંગ્લાદેશ, મ્યાંમાર, શ્રીલંકા, થાઇલેન્ડ, ભુતાન અને નેપાળનો સમાવેશ થાય છે. આ દેશો ભારતના પાડીશો દેશો છે જોકે તેમાં પાકિસ્તાનનો સમાવેશ નથી કરાયો, તેથી આસપાસના નાના મોટા દેશોના વડાઓને આમંત્રીત કરાયા છે. ૨૦૧૪માં સાર્ક દેશોના વડાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું જેમાં પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફ પણ સામેલ હતા.
અન્ય જે સ્થાનિક નેતાઓ અને સેલિબ્રિટીને આમંત્રીત કરવામાં આવ્યા છે તેમાં કમલ હાસનનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત ટીઆરએસના ચીફ કેસીઆર અને વાઇએસઆર કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ વાઇ.એસ. જગનમોહન રેડ્ડી પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થશે. બિમ્સટેક દેશના નેતાઓેને આમંત્રીત કરાયા છે સાથે કિર્ગિઝસ્તાનના પ્રમુખ સુરોનબે જીનબેકવો, મોરિશિયસના વડા પ્રધાન પ્રવીંદ જુગનાથને પણ આમંત્રીત કરાયા છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HGuZyh
via Latest Gujarati News
0 Comments