પેમ્ફલેટ અંગેના આરોપો પછી ગૌતમ ગંભીરે કેજરીવાલ, સિસોદિયા અને આતિશીને બદનક્ષીની નોટીસ મોકલી

 

નવી દિલ્હી, તા. ૧૦

 આપના ઉમેદવાર પૂર્વ દિલ્હીના ઉમેદવાર આતિશી વિરુદ્ધ જારી કરાયેલા વિવાદાસ્પદ પેમ્ફલેટમાં વહેંચવામાં ગૌતમ ગંભીરની સંડોવણી આરોપ મૂકવામાં આવ્યા પછી પૂર્વ ક્રિકેટર અને પૂર્વ દિલ્હીના ભાજપના ઉમેદવાર ગંભીરે મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ, નાયબ મુખ્યપ્રધાન મનિષ સિસોદિયા અને આતિશીને બદનક્ષી નોેટિસ મોકલી માફી માગવા જણાવ્યું છે. 

નોેટિસમાં જણાવવામાં આવ્યું છે કે તે ગંભીર વિરુદ્ધના આરોપો પરત લે અને બિન શરતી માફી માગે. આ નોટિસ પછી દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ જણાવ્યું છે કે આ તો ઉલટા ચોર કોટવાલ કો ડાટે જેવી સ્થિતિ છે. 

અમે પણ ગૌતમ ગંભીર વિરુદ્ધ બદનક્ષીનો કેસ દાખલ કરીશું. અમારી પાસે આ પેમ્ફલેટ સૌથી મોટો પુરાવો છે. સિસોદિયાએ વધુમાં જણાવ્યું હતું કે ભાજપ આ પેમ્ફલેટનું સમર્થન કરી રહ્યો છે. અમે આ કેસને આગળ સુધી લઇ જઇશું અને જે પણ અઆ કૃત્ય કર્યુ છે તેને પાઠ ભણાવીશું. 

આ અગાઉ ગૌતમ ગંભીર પત્રકારોને જણાવ્યું હતું કે આપ પાસે મારી વિરુદ્ધ કોઇ પુરાવા હોય તો મારી સામે તે ક્રિમિનલ કેસ કેમ દાખલ કરતી નથી. 

ઉલ્લેખનીય છે કે  ગંભીરે ગઇકાલે જણાવ્યું હતું કે તેની વિરુદ્ધ મૂકવામાં આવેલા સાચા પુરવાર થશે તો તે લોકસભા ચૂંટણીમાંથી ઉમેદવારી પરત ખેંચી લેશે. ગૌતમ ગંભીરે વધુમાં જણાવ્યું હતું કે જો મારી વિરુદ્ધના આરોપો ખોટા સાબિત થશે તો કેજરીવાલ રાજકારણ છોડશે?

આમ આદમી પાર્ટીએ ગઇકાલે એક પત્રકાર પરિષદનું આયોજન કર્યુ હતું. આ પત્રકાર પરિષદમાં આતિશી માર્લેના રડી પડયા હતાં. 

આમ આદમી પાર્ટીએ આરોપ મૂક્યો હતો કેે નો યોર કેન્ડીડેટ નામના આ પેમ્ફલેટમાં આતિશી વિરુદ્ધ આપત્તિજનક અને જાતીય ટિપ્પણી કરવામાં આવી છે. 



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2LxOr48
via Latest Gujarati News

Post a Comment

0 Comments