ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ ખાતે કેન્દ્રીય સાહિત્ય અકાદમી અને ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે પદ્મભૂષણ ડૉ.ધીરુભાઇ ઠાકરની જન્મશતાબ્દી નિમિત્તે બે દિવસીય પરિસંવાદનું આયોજન કરાયું છે. પરિસંવાદમાં સાહિત્યકાર ચન્દ્રકાંત શેઠે કહ્યું કે, ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના પ્રણેતા ધીરુભાઇએ પોતાના જ્ઞાાનનો અનન્ય લાભ સામાન્ય વ્યક્તિને મળે તે માટે કાર્ય કરતા હતા. તેમના અજોડ કાર્યને લીધે આજે પણ જ્ઞાાનરૃપી ગંગા વિશ્વકોશ દ્વારા લોકોને મળે છે જે તેમની મહેનતનું ફળ છે. નાટયક્ષેત્રે ચન્દ્રવદન ચી.મહેતા પછી ધીરુભાઇનું નામ લેવું જોઇએ.
વિશ્વકોશ ટ્રસ્ટના ટ્રસ્ટી કુમારપાળ દેસાઇ કહ્યું કે, ધીરુભાઇ ઠાકર પોતાના જીવનમાં સાહિત્ય, નાટય, શિક્ષણ અને વિશ્વકોશ નિષ્ઠાને પોતાનું જીવન માનાત હતા. સાહિત્યકાર દાઉદ ઘાંચી કહ્યું કે, ધીરુભાઇએ સાહિત્ય, ભાષા અને સંસ્કૃતિ આ ત્રણેયનું સમન્વય સાધવાનું કાર્ય કર્યું છે. માતૃભાષા ગુજરાતીનો ડંકો વગાડવાના કાર્યને તેમને વેગવંતો બનાવ્યો હતો. સાહિત્યને સમાજ ઘડતરનું માધ્યમ બનાવીને તેમને લોકસેવાનું કાર્ય કર્યું છે.સંગોષ્ઠી કાર્યક્રમમાં સાહિત્યકાર ધીરુબેન પટેલ, કે. શ્રીનિવાસ રાવ, વિનોદ જોશી, નિસર્ગ આહીર તેમજ મોટી સંખ્યામાં સાહિત્યરસિકો ઉપસ્થિત રહ્યાં હતા.
from Gujarat samachar-plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JdnX5Y
via Latest Gujarati News
0 Comments