વો જો અપને ઘર ઢૂંઢ રહે હૈ, ઉન્હે કોઇ પૂછતા ક્યો નહી કે વો દિવારે ક્યું ઢૂંઢ રહે હૈ

યંગસ્ટર્સ માટેનું હાઉસ ગેધરિંગ જે કનેક્શન, કન્ઝર્વેશન અને સેલિબ્રેશન કરાવે છે તેવું મોટોજોજો ગેધરિંગ બોડકદેવની એક સોસાયટી ખાતે યોજાયું. મોટોજોજોની આ વખતની થીમ 'ઘુમક્કડી કલાકાર' હતી, જેમાં દરેક પાર્ટીસિપેન્ટસે તેમની ટ્રાવેલ જર્ની વિશે તેમની કૃતિઓ રજૂ કરી હતી. આ મોટોજોજો ગેધરિંગમાં સોલો મ્યુઝિશ્યન તરીકે બ્રયાન અરનેસ્ટ કે જે બાઇકર, ટ્રાવેલર, સિંગર, સોંગ રાઇટર અને મ્યુઝિશ્યન છે તેઓ જોડાયા હતા આ ઉપરાંત ટ્રાવેલ સ્ટોરી ટેલિંગમાં કાવ્યા, પોએટ તરીકે ગરિમા અગ્રવાલ અને 'બ્રેકિંગ બમ્પર્સ' બેન્ડે મ્યુઝિક પરફોર્મન્સ, આપ્યું હતું.

એક સમયે ત્રણ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડી પરફોર્મન્સ આપ્યું

સિંગર, સોંગરાઇટર અને મ્યુઝિશ્યન બ્રયાન અરનેસ્ટે  ક્રિસ્પીયર ટોન સોન્ગમાં ગુજરાતની ટોરના ઓરિજિનલ ગીત ગાયા હતા. તેઓ કહ્યું કે, મારા સોન્ગમાં ઇન્ડીપોપથી લઇને એકોસ્ટીક ફૉક સુધીના જોનર આવી જાય છે. 

મારી કવિતાઓ સત્ય અને કલ્પનાઓ વચ્ચે ચાલી રહેલી મૂંઝવણ દર્શાવે છે 

મારી લખેલી તમામ કવિતા મારી આસપાસ જોવા મળતું સત્ય અને અંતરમનની કલ્પનાઓની વચ્ચે ચાલી રહેલી મૂંઝવણને દર્શાવે છે. હું વ્યવસાયે ડૉકટર પરંતુ સ્વભાવે કલાકાર છું. આ સાથે તેમની કવિતાની પંક્તિઓ આ પ્રમાણે હતી.

વો જો અપને ઘર ઢૂંઢ રહે હૈવો જો કહી રાસ્તે મેં ખો ગયે હૈ

ઉન્હે કોઇ પૂછતા ક્યંુ નહી, તુમ દિવારે ક્યું ઢૂંઢ રહે હો?

ઉન્હે કોઇ કહેતા ક્યંુ નહી, તુમ મંઝિલે ક્યું તલાશ કર રહે હો? - ગરિમા અગ્રવાલ




from Gujarat samachar-plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Jtoa4t
via Latest Gujarati News

Post a Comment

0 Comments