ચૂંટણીમાં પ્રજાના પ્રેમ અને લાગણીએ બધાના ગણિત ખોટા પાડી દીધા : મોદી


નવી દિલ્હી, તા. 27 મે, 2019, સોમવાર

નરેન્દ્ર મોદીએ સોમવારે પોતાના મત વિસ્તાર વારાણસીની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો સાથે પોતાના જીતનો શ્રેય સ્થાનિક લેવલે કામ કરી રહેલા ભાજપના કાર્યકર્તાઓને આપ્યો હતો.

 જીત બાદ મોદી પહેલી વખત વારાણસીની મુલાકાતે આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે પ્રજાના પ્રેમ અને લાગણીએ દરેકના ગણીતને ખોટા પાડી દીધા છે. બાદમાં મોદીએ મતદારોને કહ્યું કે દેશ માટે હું વડા પ્રધાન છું પણ તમારા માટે હું સાંસદ કે સેવક છું. 

મોદીએ જણાવ્યું હતું કે મારી સરકારની કામગીરી અંગે સ્થાનિક સ્તરે લોકોને સમજાવવામાં કાર્યકર્તાઓએ મોટુ યોગદાન આપ્યું છે. તેથી આ જીત માટે હું તેમને શ્રેય આપુ છું. સાથે મોદીએ જણાવ્યું હતું કે ભાજપના કાર્યકર્તાઓની વિચારધારાને કારણે જ પશ્ચિમ બંગાળ જેવા કેટલાક રાજ્યોમાં તેમની હત્યા થઇ તેમ છતા તેઓ લડતા રહ્યા. મોદીએ સપા અને બસપા પર પણ ઇશારામાં પ્રહારો કર્યા હતા.

તેમણે માયાવતી અને અખિલેશના ગઠબંધન અંગે ટોણો મારતા કહ્યું હતું કે આજે ભલે હું કાશીથી બોલી રહ્યો હોવ પણ પુરુ ઉત્તર પ્રદેશ અભિનંદનને લાયક છે. ઉત્તર પ્રદેશ પુરા દેશની રાજનીતીને દિશા આપી રહ્યું છે.  મોદીએ કહ્યું કે ઉત્તર પ્રદેશમાં ભાજપે ૨૦૧૪, ૨૦૧૭ અને ૨૦૧૯ એમ હેટ્રીક લગાવી છે. આ ચૂંટણી લોકોને જણાવશે કે ગણીતની આગળ પણ લોકોનો ભાવ અને લાગણી હોય છે. મોદીએ જણાવ્યું હતું કે ભાજપે છુઆછુતનો શિકાર થવું પડયું છે.

જો અમે માત્ર મતબેંકની રાજનીતી કરી હોત તો કઇ જ ન કરેત, અમે સામાન્ય વર્ગના વોકોને પણ અનામત આપવાનો નિર્ણય કર્યો, અમે ઘર આપ્યું તો કોઇની જાતી નથી પૂછી, ૧૯મી મેએ જ્યારે અહીં મતદાન હતું ત્યારે કાશી આવવાની મારી ઇચ્છા હતી, પણ લોકોનો આદેશ હતો કે હું ન આવું, માત્ર જીત બાદ જ અહીં આવુ, આ બેઠક પર ઉમેદવારી માત્ર એક જ મોદીએ કરી પણ ચૂંટણી દરેક ઘરેથી મોદીએ લડી છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2QuEmnj
via Latest Gujarati News

Post a Comment

0 Comments