કપલ્સ વચ્ચે આ જગ્યાઓ પર થાય છે સૌથી વધારે ઝઘડા, તમે રહેજો સાવધાન


નવી દિલ્હી, 15 મે 2019, બુધવાર

પતિ પત્ની વચ્ચે નાની મોટી વાતમાં બોલાચાલી થતી જ હોય છે. દાંપત્યજીવનમાં પ્રેમ સાથે તકરાર હોય તે સાવ સામાન્ય વાત થઈ ચુકી છે. વ્યક્તિ પોતાની નજીકની જ વ્યક્તિ પર ક્રોધ કરે છે. લગ્નજીવનની ગાડી ઝઘડો થાય તેવા સ્ટેશન આવતા જ રહે છે. સામાન્ય રીતે દરેક દંપતિ માટે આ સ્ટેશન એકસરખા જ હોય છે. એટલે કે કપલ જ્યારે આવી જગ્યાઓએ હોય છે ત્યારે તેમની વચ્ચે ઝઘડો થવાની શક્યતા સૌથી વધારે હોય છે. 

ગૃપ ડિનર

જ્યારે તમે ગૃપમાં ડિનર માટે જાઓ છો ત્યારે મોટાભાગે પુરુષો અન્ય સુંદર સ્ત્રીઓના વખાણ કરે છે. આ સમયે તેઓ ભુલી જાય છે કે તેમની પત્ની આ વખાણ વિશે શું વિચારે છે. કોઈપણ સ્ત્રી સહન કરી શકે નહીં કે તેનો પતિ અન્ય સ્ત્રીના વખાણ કરે અને તે પણ પોતાના જ ગૃપની. આ વાત પરથી દપંતિ વચ્ચે ખટપટ શરૂ થઈ જાય છે. તો જ્યારે તમે આ રીતે બહાર જાઓ ત્યારે ખાસ ધ્યાન રાખજો કોઈ અન્ય સ્ત્રીના વખાણ કરતાં પહેલા.

ફરવા જવાની તૈયારી દરમિયાન

જો દંપતિ સાથે કોઈ ટ્રીપ પર જઈ રહ્યા હોય ત્યારે સૌથી વધારે ઝઘડા થતા હોય છે. સામાન પેક કરવાથી  લઈ, હોટેલની પસંદ સુધી ઝઘડો થતો જ હોય છે. 

કોઈ ફંકશન દરમિયાન

પત્ની સાથે જ્યારે કોઈ ફંકશન કે લગ્ન પ્રસંગે જવાનું થાય ત્યારે જો બંનેમાંથી કોઈપણ પાર્ટનર અન્યની સરખામણી કરે તો બીજા પાર્ટનરમાં હીન ભાવના ઉત્પન્ન થાય છે. પતિ પત્ની અન્ય કપલ્સની સરખામણી પણ પોતાની સાથે કરે છે તેવામાં ઝઘડો થવાની શક્યતા વધી જાય છે. 

કારમાં ઝઘડો

કારમાં ફરવા નીકળેલા દંપતિ સૌથી વધારે ઝઘડી પડે છે. સાથે વાતચીત દરમિયાન મનમાં દબાયેલી વાત બહાર આવે છે અને ક્રોધ તે જ સમયે પાર્ટનર પર નીકળે છે. આ ઉપરાંત પુરુષો ટ્રાફીકમાં ફસાય જાય તો તે વાતનો ગુસ્સો પર પત્ની પર ઉતરે છે. 




from Relationship News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VELjbc
via Latest Gujarati News

Post a Comment

0 Comments