પતિ પ્રેમાળ હોય તો પણ પત્ની આ વાતો ક્યારેય નથી કહેતી પતિને


અમદાવાદ, 15 મે 2019, બુધવાર

લગ્ન બાદ થોડા સમયમાં જ પતિ પત્ની એકબીજાના પૂરક બની જાય છે. એકસાથે જીવન જીવતા તેઓ દિવસભર શું થયું, ક્યા ગયા, પોતાની પસંદ, ગુસ્સો, પ્રેમ બધું જ એકબીજા સાથે શેર કરતાં થઈ જાય છે. પરંતુ પતિનો અઢળક પ્રેમ મળે, વિશ્વાસ હોય, લાગણી હોય તેમ છતાં પત્ની કેટલીક વાતો પોતાના મનમાં રહસ્ય બનાવી રાખે છે. આ વાતોને તે ક્યારેય પોતાના પતિ સાથે શેર કરતી નથી. મહિલાઓના અનુભવના આધારે જાણવામાં આવ્યું છે કે તેઓ કઈ કઈ વાતો પોતાના પતિને જણાવતી નથી.

ભૂતકાળના સંબંધો

પુરુષ જાણવા તત્પર હોય છે કે તેની પત્ની તેને મળી તે પહેલા અન્ય કોઈ સાથે સંબંધમાં હતી કે નહીં. આ વાત જાણવા તે પોતાની પત્નીને વિશ્વાસમાં લે પણ છે પરંતુ પત્ની આ બાબતે ક્યારેય પતિ સાથે ચર્ચા કરતી નથી. કારણ કે મહિલાઓ માને છે કે તેના પતિને આ વાત જણાવશે તો તે તેના વિશે સતત વિચારશે અને અસુરક્ષિત લાગણી અનુભવશે. પોતાના સંબંધ પર નકારાત્મક અસર ન થાય તે માટે ભૂતકાળના સંબંધોની ચર્ચા તે કરતી નથી. 

એક્સની યાદ

પતિ પ્રેમ કરતો હોય તો પણ જો પત્નીનો કોઈ ભૂતકાળ હોય તો તે તેને યાદ કરતી જ હોય છે. કેટલીક એવી ક્ષણ લગ્નજીવનમાં આવે ત્યારે તે પોતાના પતિ અને એક્સની સરખામણી કરે છે. ખાસ કરીને લગ્નના શરૂઆતના સમયમાં. પરંતુ આ વાત તે ક્યારેય પોતાના પતિને જણાવતી નથી.

સાસુ, સસરા માટે પ્રેમ

લગ્ન બાદ યુવતીને સાસરામાં એડજસ્ટ કરવામાં સમસ્યા થાય છે. કેટલીક મહિલાઓ દેખાડે પણ છે કે તે ખૂબ પ્રયત્ન કરે છે પરંતુ મોટાભાગે તે મનથી માની લે છે કે તેને સાસુ સસરા દીકરીની જેમ સ્વીકારશે નહીં અને તેના માતા પિતા જેવો પ્રેમ તેને કરશે નહીં. આ વાત તે તેના પતિને જણાવતી નથી. 

કારર્કિદી માટે દુ:ખ

લગ્ન કર્યા બાદ ઘણી મહિલાઓને નોકરી કે પોતાનો વ્યવસાય છોડવો પડે છે. આમ કર્યા બાદ તે ઘરમાં તો રહે છે પરંતુ તે મનથી દુખી હોય છે. જો કે આ વાત તે કોઈને જણાવતી નથી. 

પતિ તેની માતાનો જ પક્ષ લે છે

સાસુ વહુના સંબંધોમાં પતિ કોનો પક્ષ લે છે તે વાત પર હંમેશા ઝઘડો થાય છે. પત્નીને આ વાત સૌથી વધારે દુખી કરે છે જ્યારે તેનો પતિ તેની માતાનો જ સાથ આપે. પતિનો સપોર્ટ ન મળવાથી મહિલા સૌથી વધારે દુખી થાય છે પરંતુ તે વાત પતિને જણાવતી નથી. 

પોતાના પરીવાર અને મિત્રોની વાત

પત્ની પોતાના પરીવાર અને મિત્રો સાથેની લાઈફ તેમજ ગોસિપને પતિ સાથે શેર કરતી નથી. પોતાના પિયરમાં થતા ઝઘડા, ઉતાર ચઢાવ વગેરે વિશે તે પતિને જાણ કરતી નથી. 

સેક્સ લાઈફ

અનેક સ્ત્રીઓ એવી હોય છે જે માને છે કે તેના પતિ બેડ પર તેને સંતોષ આપતા નથી પરંતુ આ વાત ક્યારેય તે કહેતી નથી. 




from Relationship News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VBrPnS
via Latest Gujarati News

Post a Comment

0 Comments