CRPFની સુરક્ષાના કારણે જ હું બચી ગયોઃ અમિત શાહ

નવી દિલ્હી, તા. 15. મે, 2019 બુધવાર

પશ્ચિમ બંગાળના કોલકાતામાં ભાજપ પ્રમુખ અમિત શાહના મંગળવારે યોજાયેલા રોડ શોમાં થયેલી હિંસા બાદ અમિત શાહે આ માટે મમતા બેનરજીની પાર્ટી તૃણમુલ કોંગ્રેસ પર દોષનો ટોપલો ઢોળ્યો છે.

અમિત શાહે કેટલીક તસવીરો દેખાડીને દાવો કર્યો છે કે, રોડ શોમાં ટીએમસીના ગૂંડાઓએ હિંસા કરીને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની પ્રતિમા તોડી હતી.

તેમણે કહ્યુ હતુ કે, દેશના બીજા રાજ્યોમાં ચૂંટણી દરમિયાન હિંસા નથી થઈ અને માત્ર પશ્ચિમ બંગાળમાં જ આ પ્રકારની હિંસા થઈ છે. આ માટેનુ કારણ તૃણમુલ છે. ભાજપ નહી. ભાજપનો રોડ શો પહેલા પોસ્ટરો હટાવાયા હતા અને પોલીસ તમાશો જોતી હતી. કાલે નસીબજોગે સીઆરપીએફની સુરક્ષાના કારણે જ હું બચીને નીકળી શકયો હતો. શોમાં કોલકાતાની જનતા તરફથી અભૂતપૂર્વ સમર્થન મળ્યુ છે. બે લાખ લોકો સાત કિમી લાંબા રોડ શોમાં સામેલ થયા હતા.

અમિત શાહે કહ્યુ હતુ કે, રોડ શો પર એક નહી ત્રણ હુમલા થયા હતા. ત્રીજા હુમલામાં પથ્થરમારો, આગચંપી અને કેરોસિન બોમ્બથી હુમલો કરવામાં આવ્યો હતો. ઈશ્વર ચંદ્ર વિદ્યાસાગરની પ્રતિમા ભાજપના નહી ટીએમસીના કાર્યકરોએ જ તોડી છે. અમે તો રોડની બહાર હતા. ગેટ પણ હતો તો અંદર જઈને કોણે પથ્થરમારો કર્યો, સહાનુભૂતિ મેળવવા મમતાના કાર્યકરોએ જ આ કૃત્ય કર્યુ છે. કોલેજના ગેટની ચાવી કોની પાસે હતી?

તેમણે કહ્યુ હતુ કે, બંગાળમાં ટીએમસીની ઉલટી ગણતરી શરુ થઈ ગઈ છે.બંગાળમાં ભાજપ ક્લીનસ્વીપ કરશે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HlD4bp
via Latest Gujarati News

Post a Comment

0 Comments