પ,બંગાળમાં ચૂંટણી બાદ પણ હિંસાનું તાંડવઃ ભાજપના કાર્યકરની હત્યા

કોલકાતા, તા. 27 મે 2019, સોમવાર

લોકસભાની ચૂંટણીના પરિણામ આવ્યા બાદ પશ્ચિમ બંગાળમાં એક પછી એક એમ બે ભાજપ કાર્યકરોની હત્યાથી સનસનાટી ફેલાઇ ગઇ છે. નવો બનાવ ઉત્તર 24 પરગના જિલ્લાનો છે જ્યાં ભાજપના એક કાર્યકરની અજ્ઞાત લોકોએ ગોળી મારીને હત્યા કરી. અગાઉ ચકદહામાં ભાજપના જ એક કાર્યકરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

ભાજપે આ હત્યા પાછળ તૃણમુલ કોંગ્રેસને જવાબદાર ઠરાવી છે. જ્યારે પોલીસનું કહેવું છે કે પ્રારંભિક તપાસમાં કોઇ રાજકીય સંબંધ જણાયો નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર રવિવારે રાતે ઉત્તર 24 પરગના જિલ્લાના ભાટપારા વિસ્તારમાં ભાજપ કાર્યકર ચંદન શૉની ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી. પોલીસે મામલાની ગંભીરતા સમજીને સમગ્ર વિસ્તારમાં સુરક્ષા દળો તૈનાત કરી દીધાં છે.

પોલીસ હાલ મામલાની તપાસ કરી રહી છે. ત્રણ દિવસની અંદર જ બે હત્યાઓના કારણે તણાવ પેદા થઇ ગયો છે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HYdw38
via Latest Gujarati News

Post a Comment

0 Comments