ગુરૂગ્રામમા મુસ્લિમ યુવક સાથે થયેલી મારામારીથી ગૌતમ ગંભીર નારાજ

નવી દિલ્હી, તા. 27 મે 2019, સોમવાર

ગુરૂગ્રામમાં એક મુસ્લિમ યુવક સાથે મારામારી થઈ હોવાના સમાચાર સામે આવ્યા છે. યુવકે આરોપ લગાવ્યો કે, ગુરૂગ્રામના સદર બજારમાં 5-6 વ્યક્તિઓ દ્વારા એને પારંપારિક ટોપી પહેરી હોવાથી તેની સાથે માર-પીટ કરવામાં આવી અને ધમકી આપવામાં આવી. મુસ્લિમ યુવકની સાથે થયેલી માર-પીટની ઘટનામાં પૂર્વ દિલ્હીથી નવનિર્મિત સાંસદ ગૌતમ ગંભીરે નારાજગી વ્યકત કરી.

ગૌતમ ગંભીરે યુવક પર થયેલા હુમલાને યોગ્ય ન ગણાવતા હુમલાખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. ગંભીરે ટ્વીટ કરીને કહ્યું 'ગુરૂગ્રામમા મુસ્લિમ યુવકને ટોપી ઉતારવા અને જય શ્રી રામ બોલવા માટે કહેવામાં આવ્યું, એ નિરાશાજનક છે. 

ગુરૂગ્રામ તંત્ર તરફથી કડક કાર્યવાહી કરવામા આવે. આપણો દેશ ધર્મ નિરપેક્ષ છે, જ્યાં જાવેદ અખ્તર 'ઓ પાલન હારે' લખે છે અને રાકેશ ઓમ પ્રકાશ મેહરા દિલ્હી-6માં અર્જિયાં'.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2XcqyR2
via Latest Gujarati News

Post a Comment

0 Comments