ચંદીગઢ, તા. 27 મે 2019, સોમવાર
લોકસભા ચૂંટણી 2019માં શરમજનક હાર બાદ કોંગ્રેસ પાર્ટીમાં રાજીનામાની લાઈન લાગી ગઈ છે. અશોક ચૌહાણ, રાજ બબ્બર, કમલનાથ બાદ હવે બે વધુ રાજીનામાની રજૂઆત આવી છે.
નિરાશાજનક પ્રદર્શન બાદ ઝારખંડ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અજય કુમાર, અસમ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ રિપુન બોરાએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને પોતાનું રાજીનામુ મોકલી દીધુ છે. રાહુલ ગાંધી ખુદ પણ કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ પદથી રાજીનામાની રજૂઆત કરી ચૂક્યા છે.
આ રાજ્યો બાદ હવે પંજાબમાં પણ હલચલ મચી ગઈ છે. પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ સુનીલ ઝાખરએ પણ પોતાના પદ પરથી રાજીનામાની રજૂઆત કરી છે. તેઓ ખુદ ગુરદાસપુરથી સની દેઓલની સામે ચૂંટણી હારી ગયા છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2K7sFC7
via Latest Gujarati News
0 Comments