J&K: પુલવામા જેવી ઘટનાને અંજામ આપવાનો પ્રયત્ન, સેનાએ આતંકી ષડયંત્રને કર્યુ નિષ્ફળ

શ્રીનગર, તા. 27 મે 2019, સોમવાર

જમ્મુ અને કાશ્મીરમાં તૈનાત સેનાને નિશાન બનાવવા માટે આતંકવાદીઓ દ્વારા રચવામાં આવેલા મોટા ષડયંત્રને નિષ્ફળ કરી દેવાયુ છે. આ વખતે આતંકવાદીઓએ આ ષડયંત્રને જમ્મુ રાજૌરી હાઈવે પર અંજામ આપવાનો પ્રયત્ન કર્યો હતો. 

સેનાને આ ષડયંત્રની માહિતી મળી ગઈ હતી ત્યારબાદ ભારતીય સેના, CPRF અને જમ્મુ કાશ્મીર પોલીસની જોઈન્ટ ટીમે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો. સુરક્ષાદળને એક શંકાસ્પદ IED મળ્યું છે. જેના કારણે સુરક્ષા દળે હાઈવે પર વાહનોની અવર-જવર પર પ્રતિબંધ લગાવી દીધો.

સુત્રોના જણાવ્યા અનુસાર, ઘાટીમાં ચાલી રહેલા ઓપરેશન ઓલ આઉટની સફળતાના કારણે ગત 18 દિવસમાં 18 આતંકવાદીને ઠાર માર્યા બાદ આતંકવાદી ઘાટીમા સુરક્ષા દળોને નિશાન બનવવાનું ષડયંત્ર રચી રહ્યા છે. ષડયંત્ર હાઇવેથી પસાર થતા સેનાના કાફલાને નિશાન બનાવવાનો હતો. 

આતંકવાદીઓએ આ ષડયંત્ર 14 ફેબ્રુઆરીએ પુલવામામાં થયેલા આતંકી હુમલાની જેમ પ્લાન કર્યું હતું. 14 ફેબ્રુઆરીએ થયેલી એ ઘટનામાં 40 જવાન શહીદ થયા હતા.

સેનાની સાવચેતીના કારણે આતંકવાદીઓ આ વખતે તેમના ઈરાદાને અંજામ આપવામાં નિષ્ફળ રહ્યા. હાઈવે પરથી પસાર થઈ રહેલી સુરક્ષા દળની એક ટીમની નજર આ શંકાસ્પદ IED પર પડી ત્યારબાદ સમય બગાડ્યા વિના બોમ્બ ડિસ્પોઝલ સ્કોર્ડ ટીમ સાથે વિશાળ માત્રામાં સુરક્ષા દળ ઘટના સ્થળે પહોંચી ગયા. કોઈપણ પ્રકારની જાન-હાનિથી બચવા માટે સુરક્ષા દળે આ હાઈવે પર સામાન્ય વાહનોની અવર-જવર બંધ કરી દીધી અને આઈઈડીની તપાસ શરૂ કરી દીધી. 

ઘાટી સુરક્ષા સાથે જોડાયેલા વરિષ્ઠ અધિકારી મુજબ સેના, CRPF અને જમ્મુ કાશ્મીર પોલીસની સંયુક્ત ટીમે હાઈવે પર સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. 

ઉલ્લેખનીય છે કે, પુલવામા આતંકી હુમલા પછી સુરક્ષાદળોને ઈન્ટેલીઝન્ટ ઈનપુટ મળી રહ્યા છે. તેમાં જણાવવામાં આવ્યું કે, આતંકવાદી પુલવામા જેવો બીજો હુમલો કરવાના ઈરાદામાં છે. ઈન્ટેલીઝન્ટ ઈનપુટ મળ્યા બાદ સેના દરેક પ્રકારની સાવચેતી રાખે છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Wm6Yop
via Latest Gujarati News

Post a Comment

0 Comments