ભારત અમારી પાસેથી F-21 વિમાનો ખરીદશે તો અમે બીજા કોઈ દેશને નહીં વેંચીએ: લોકહીડ માર્ટીન


(પીટીઆઈ) નવી દિલ્હી, તા. 13 મે, 2019, સોમવાર

જો ભારત લડાકુ વિમાન F-21ની ખરીદી કરે તો એ વિમાનો અન્ય એક પણ દેશને આપવામાં આવશે નહીં, તેવી લોભામણી જાહેરાત અમેરિકન કંપની લોકહીડ માર્ટીને કરી હતી. કંપનીએ કહ્યું હતું કે F-21ની ડિઝાઈન ભારતને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે.

સંરક્ષણ ક્ષેત્રની અગ્રણી અમેરિકન કંપની લોકહીટ માર્ટીને ભારતને F-21 લડાકુ વિમાનનું પ્રલોભન આપતા કહ્યું હતું કે જો ભારત આ લડાકુ વિમાનો ખરીદે તો કંપની અન્ય એક પણ દેશ સાથે તેનો સોદો કરશે નહીં. લોકહીડ કંપનીના સ્ટ્રેટેજી અને બિઝનેસ ડેવલપમેન્ટ ઉપાધ્યક્ષે દાવો કર્યો હતો કે વિમાનોની ડિઝાઈન એવી રીતે તૈયાર કરવામાં આવી છે કે જે ભારત માટે ખૂબ મહત્વની સાબિત થશે.

ભારતીય વાયુસેનાને પ્રથમ ક્ષેણીના આધુનિક લડાકુ વિમાનોની જરૃરિયાત છે. તે સંદર્ભમાં યુરોપિયન સંઘ, રશિયા અને અમેરિકન કંપનીઓ ભારતને એ વિમાનો આપવાની સ્પર્ધામાં છે.

સ્પર્ધામાં આગળ પડતું સ્થાન રાખવા માટે સંરક્ષણ ક્ષેેત્રની જાણીતી અમેરિકન કંપની લોકહીડ માર્ટીને જણાવ્યું હતું કે F-21 લડાકુ વિમાનો ખાસ ભારતને ધ્યાનમાં રાખીને તૈયાર થયા છે. આ વિમાનો ૬૦થી વધુ એરફોર્સ સ્ટેશનથી સંચાલિત કરી શકવાની ક્ષમતા ધરાવે છે અને તે ભારત જેવા ભૌગોલિક વૈવિધ્ય ધરાવતા દેશને ધ્યાનમાં રાખીને જ બનાવવામાં આવી છે.

લગભગ ૧૬૫ અરબ ડોલરની માર્કેટ પ્રાઈઝ ધરાવતા આ વિમાનોને લગતી શરતો કંપનીઓએ પાળવાની તૈયારી બતાવી હતી, પરંતુ સામે ભારતે ૧૧૪ લડાકુ વિમાનોનો સોદો કરવો પડે. ભારતીય વાયુસેનાએ થોડા સમય પહેલાં ૧૮ અબજ ડોલરમાં ૧૧૪ લડાકુ વિમાનો ખરીદવા માટે રિક્વેસ્ટ અને ઈન્ફર્મેશનનો પ્રસ્તાવ મૂક્યો હતો.

આ સોદો તાજેતરના વર્ષોમાં થનારો સૌથી મોટો સંરક્ષણ સોદો બની રહેશે. આ સોદો મેળવવા માટે એફ-૨૧ વિમાનો સાથે લોકહીડ માર્ટીન, એફ/એ-૧૮ના પ્રસ્તાવ સાથે બોઈંગ, રફાલ સાથે દાસૌ, ટાઈફૂન સાથે યુરોફાઈટર અને મિગ-૩૫ સાથે રશિયા મેદાનમાં છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HkADES
via Latest Gujarati News

Post a Comment

0 Comments