મુંબઈ, તા. 13 મે, 2019, સોમવાર
મ્યુચ્યુઅલ ફન્ડસ અને વીમા કંપનીઓ બાદ, હવે ઈન્ફ્રાસ્ટ્રકચર લીઝિંગ એન્ડ ફાઈનાન્સિઅલ સર્વિસીઝ (આઈએલએન્ડએફએસ) જુથની પેઢીઓના ડિફોલ્ટનો ભોગ ભારતીય કંપનીઓ પણ બનવાની તૈયારીમાં છે.
અંદાજે ૨૦૦૦ જેટલી કંપનીઓ જેમના ખાનગી પ્રોવિડેન્ટ અને પેન્શન ફન્ડોએ આઈએલએન્ડએફએસ જુથના નોન કન્વર્ટિબલ ડીબેન્ચર્સમાં કરેલા રોકાણ પેટે રૂપિયા ૯૦૦૦ કરોડની ખોટ કરવાની એરણ પર છે. આ ડીબેન્ચર્સ પર જો વ્યાજની રકમ પકડવામાં આવે તો ખોટનો આંક ઘણો ઉપર જઈ શકે એમ છે.
માત્ર ખાનગી કંપનીઓ જ નહીં પરંતુ સરકારી કંપનીઓએ પણ આવા પ્રકારની નુકસાની સહન કરવાનો વારો આવી શકે છે, કારણ કે માત્ર ખાનગી ક્ષેત્રના પ્રોવિડેન્ટ ફન્ડ જ નહીં પરંતુ એમ્પ્લોઈઝ એન્ડ પ્રોવિડેન્ટ ફન્ડસ ઓર્ગેનાઈઝેશન (ઈપીએફઓ) નું પણ આઈએલએન્ડએફએસ જુથ તથા તેના જેવી જોખમી કંપનીઓમાં નાણાંનું રોકાણ થયેલું છે.
ઈપીએફઓ દ્વારા કરાયેલા રોકાણની સરકારે તાજેતરમાં માહિતી પણ માગી હોવાનું આધારભૂત સુત્રોએ જણાવ્યું હતું. ખાનગી પ્રોવિડેન્ટ તથા પેન્શન ફન્ડ સ્કીમ્સને સરકાર શરતી મંજુરી આપે છે જેમાં વ્યાજ દરને ઈપીએફઓને સમાન રાખવાની એક શરત છે, તેનાથી વધુ રાખી શકતા નથી.
કોઈ કંપની જ્યારે પીએફની મુક્તિ મેળવે છે ત્યારે, તેણે બાંયધરી આપવાની રહે છે કે તે, ઈપીએફઓ કરતા સારા નહીં તો પણ તેને સમાન લાભ લેશે. સરકારી શરતોના ભંગના કિસ્સામાં કંપનીઓને અપાતી પીએફ મુક્તિ પાછી ખેંચી લેવામાં આવે છે, એમ સુત્રોએ જણાવ્યું હતું.
ખાનગી પ્રોવિડેન્ટ તથા પેન્શન ફન્ડસમાં કરાયેલા ઈન્વેસ્ટમેન્ટસ પર કોઈ નુકસાન જાય તો તે જે તે કંપનીએ તે ભોગવવાના રહે છે.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Q4x61y
via Latest Gujarati News
0 Comments