સ્કોર્પિન કલાસની સબમરીન INS 'વેલા' વિધિવત તરતી મૂકાઇ


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 6 મે, 2019, સોમવાર

ભારતીય નૌકાકાફલામાં સામેલ થવા માટે સજ્જ થઇ ગયેલી સ્કોર્પિન કલાસની સબ-મરીન આઇએનએસ 'વેલા' આજે વિધિવત તરતી મૂકવામાં આવી હતી. તમામ ટ્રાયલ અને પરીક્ષણોમાંથી  પાર ઉતર્યા બાદ આ સબમરીન નૌકાદળના કાફલામાં સામેલ થશે.

મઝગાંવ ડોકમાં આજે સવારે યોજાયેલા સમારોહમાં સંરક્ષણ ઉત્પાદન વિભાગના સચિવ અજયકુમારના હસ્તે  સબમરીન 'વેલા'ને તરતી મૂકવામાં આવી હતી.

મઝગાંવ ડૉકમાં સ્કોર્પિન ક્લાસની છ સબમરીન બાંધવાની મહત્વની કામગીરી હાથ ધરવામાં આવી છે એમાં આઇએનએસ વેલા ચોથી સબમરીન છે.

સ્કોર્પિન ક્લાસની પ્રથમ સબમરીન આઇએનએસ કલવરી ગયા ડિસેમ્બરમાં ભારતીય નૌસેનામાં જોડાઇ હતી. જ્યારે આઇએનએસ ખંડેરી અને આઇએનએસ કારંજ ટૂંક સમયમાં નૌકાકાફલામાં જોડાશે. બીજી બે સબમરીન વાગીર  અને વાગશીરનું બાંધકામ ઝડપથી આગળ વધી રહ્યું છે. આ છ સબમરીનોના આગમન સાથે નેવીની સાગરી શક્તિમાં પ્રચંડ વધારો થશે.

સ્ટીલ્થ સબમરીન ખૂબ જ અદ્યતન સાયલેન્સર લગાડવામાં આવ્યા  છે. એટલે દરિયાના પેટાળમાં સરકતી આ સબમરીનની હાજરીની સપાટી પર  જણ સુવિધા નથી થતી. એન્ટી-સરફેસ અને એન્ટી-સબમરીન વોરફેર માટેના શસ્ત્રો અને ક્ષેપકાસ્ત્રોથી 'વેલા' સજ્જ છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2J4fPVu
via Latest Gujarati News

Post a Comment

0 Comments