શ્રીનગર, તા. 18 મે 2019, શનિવાર
જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લાના અવંતીપોરામા સેના અને આતંકવાદી વચ્ચે અથડામણ થઈ. સેનાએ 3 આતંકવાદીને ઠાર માર્યા. અનંતનાગમાં પણ એન્કાઉન્ટર ચાલુ છે.
અવંતીપુરાના પંજગામમા આજે સવારે આતંકવાદીઓ 130 બટાલિયન CRPF, 55 RR અને SOG વચ્ચે અથડામણ થઈ. ઠાર મરાયેલા આતંકવાદીનું નામ શૌકદ અહેમદ જણાવવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, જમ્મુ કાશ્મીરના અમુક વિસ્તારમાં ફરી પાછુ આતંકી હુમલાનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આતંકવાદીઓ વારંવાર ઘાટીમાં જોખમ ફેલાવવાના પોતાના ઈરાદા સફળ કરવામા લાગ્યું છે. તે જોખમને ધ્યાનમાં રાખીને ઘાટીની તમામ સુરક્ષા એજન્સીને હાઈ એલર્ટ કરવામા આવી છે. જોખમ માત્ર સરહદ પારના આતંકીઓથી નથી. ઘાટીની અંદર રહેલા આતંકીઓથી પણ છે. ના આતંકીઓથી નથી ધાટીની અંદર રહેલા આતંકીઓથી પણ છે. ગુરૂવારના રોજ પુલવામામાં એક ભીષણ આમનો-સામનો થયો હતો જેમા ત્રણ આતંકીને મારી નાખવામાં આવ્યા હતા.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Hro101
via Latest Gujarati News
0 Comments