#MeToo દ્વારા હક્કની વાત અને ખાપ પંચાયતમાં અધિકારનું હનન

આઈઆઈટી ગાંધીનગર ખાતે હ્યુમાનિટિઝ અને સોશિયલ સાયન્સિસ અને પોપ્યુલેશન ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા દ્વારા 'સેક્સ્યુઅલ કલ્ચર ઃ યુથ, બોડી અને માર્કેટ' વર્કશોપનું આયોજન કરાયું હતું, વર્કશોપનો મુખ્ય ઉદ્દેશ જાતીય સમાનતા, ડેટિંગ કલ્ચર અને એસ્થેટિક સર્જરી વિશે જાણકારી મેળવવાનો હતો. જેમાં ડૉ. તનિસ્ઠા સમંથાએ કહ્યું કે, આજે આપણી સોસાયટી ખૂબ આગળ વધી છે. એક તરફ મહિલાઓ મીટૂ દ્વારા પોતાના હક્કની વાત કરે છે તો બીજી બાજુ ખાપ પંચાયત જેવા સામાજિક નિર્ણયોથી તેમના અધિકારનું હનન પણ થાય છે. આવી પરિસ્થિતિને ટાળવા માટે યુવા વર્ગમાં સેક્સ એજ્યુકેશન આપવાની તાતી જરૃર છે. યુવાઓ સાથે બૌદ્ધિક રીતે અને નિર્ણાયક સમયે સેક્સ્યુઆલિટીના અભ્યાસની વાત કરવી જોઇએ. ઉપરાંત અત્યાર સુધી આપણે અર્બન અને રૃરલ સમાજને જુદો પાડતા હતા, પરંતુ આજે બંને સમાજમાં વધારે ફેરફાર જોવા મળતો નથી. 

યુવાઓની પસંદ અને નાપસંદમાં પણ ઘણા બદલાવો જોવા મળે છે

વર્કશોપ દરમિયાન 'યુથ, સેક્સ્યુઆલિટી અને ચોઇસ' અને 'નેગોસિએશન નોર્મ્સ ઃ મેન એન્ડ ડિઝાઇનર બોડી' પર પેનલ ડિસ્કશનનું પણ આયોજન કરાયું હતું, જેમાં ડૉ. જુહી સિદ્ધાર્થે કહ્યું કે, અપર મિડલ ક્લાસ યુવતીઓમાં ડેટિંગ અને સંબંધની વેલ્યૂ અને ધારા ધોરણો બદલાયા છે. યુવાઓની પસંદ અને ના પસંદમાં પણ ઘણા બદલાવો જોવા મળે છે, તેથી તેમના આધારે સોસાયટીએ બદલાવો લાવવા જોઇએ.

ટેકનોલોજીના શાસનકાળમાં યુવાઓને ગેરમાર્ગથી દૂર રાખવા જરૂરી

વર્કશોપમાં યોજાયેલા પેનલ ડિસ્કશનમાં યુવાઓમાં વધતા એસ્થેટિક સર્જરી વિશે વાત કરાઇ હતી, આજે યુવાઓમાં સારા દેખાવાની સ્પર્ધા જોવા મળે છે, સારા દેખવા માટે યુવાઓ ઘણી કોસ્મેટિક પ્રોડક્ટનો ઉપયોગ કરવા સાથે એસ્થેટિક સર્જરી પણ કરાવે છે. ટેકનોલોજીના સાશનકાળમાં યુવાપેઢીને આગળ વધારવી જરૃરી છે, પરંતુ ગેરમાર્ગેથી વાળવી વધારે જરૃરી છે.



from Gujarat samachar-plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JG87jS
via Latest Gujarati News

Post a Comment

0 Comments