અસ્ત સુધી વ્યસ્ત રહેશો તો જિંદગી મસ્ત બની જશે

ડૉ.યોગેશભાઇ રાજગોરને વૃદ્ધાશ્રમના વડીલે કહ્યું 'અમને પ્રાણી સંગ્રહાલયમાં મૂકાયા હોય તેમ લોકો અમારી સાથે ફોટો પડાવી જતા રહે છે પરંતુ અમારી આપવીતી સાંભળવામાં કોઇને રસ નથી' આ વાત હૃદયને સ્પર્શી ગઇ ત્યારથી નિયમિત જાણ્યા કે અજાણ્યા વડીલને ફોન કરી તેમના મનની વાત સાંભળે છે. 

સોશિયલ મિડિયાનો ટ્રેન્ડ એવો તે વધ્યો છે કે લોકો મોબાઇલની પાછળ ઘેલા બનીને પરિવારથી વેગળા થતાં જાય છે. આ જ મોબાઇલનો સદ્ઉપયોગ કરી પરિવારમાં ઉપેક્ષિત થઇ ગયેલા વડીલ સાથે વાત કરી તેમના ખબર અંતર પૂછવાની સાથે પોઝિટિવ વાઇબ્રેશન આપવાનું કાર્ય ગોતા વિસ્તારમાં રહેતા ડૉ. યોગેશભાઇ રાજગોર કરી રહ્યાં છે. 

ડૉ. યોગેશભાઇ સમાજશાના અધ્યાપક છે. તેઓ પોતાની કોલેજના વિદ્યાર્થીઓને જીવન સંધ્યા વૃદ્ધાશ્રમની મુલાકાત લઇ ગયા હતાં ત્યારે એક વડીલે પોતાની વેદના વ્યક્ત કરતા કહ્યું કે, 'અમને મ્યુઝિયમમાં મૂકવામાં આવ્યા હોય કે પ્રાણી સંગ્રહાલયમાં રહેતા હોઇએ એ રીતે કૂતુહલથી લોકો જોવા આવે છે. અમારી સાથે ફોટો પડાવે છે અને જતાં રહે છે. અમારે શા માટે અહીં રહેવું પડે છે? અમારી આપવીત સાંભળવામાં કોઇને રસ નથી.' 

ડૉ. યોગેશભાઇ કહે છે કે, 'વડીલની આપવીતી સાંભળવાવાળી વાત મારા મનને સ્પર્શી ગઇ. એ પછી એક સમાજશાસ્ત્રના અધ્યાપક તરીકે મારે કંઇક કરવું જોઇએ એવો વિચાર મનમાં આવ્યો. દરરોજ વૃદ્ધાશ્રમમાં જઇને વડીલો સાથે વાતચીત કરવી શક્ય નહોતી. તેથી મેં મોબાઇલનો પોઝિટિવ ઉપયોગ કરવાનું નક્કી કર્યું. હું નિયમિત જાણીતા કે અજાણ્યા કોઇ એક વૃદ્ધ વ્યક્તિને ફોન કરું છું. ફોન પર તેના ખબર અંતર પૂછું છું. તેમને આથક કે અન્ય કોઇ મદદની જરૃર છે કે કેમ? તે જાણી શાંતિથી તેમની વાતો સાંભળું છું. તેના લીધે તેમનું મન હળવું થઇ જાય છે. તેમને જ્યારે પણ ઇચ્છા થાય ત્યારે મારી સાથે વાત કરી શકે એ માટે મારો નંબર તેમને આપી રાખું છું. આ પ્રકારના સંવાદથી એકબીજાને પોઝિટિવ વાઇબ્રેશન મળતા હોય એવી અનુભૂતિ થાય છે.'

આ નવતર અભિગમને 'સોશિયલ થેરપી' એવું નામ આપનાર ડૉ. યોગેશભાઇ તેમના મિત્રોને પણ આ કાર્ય કરવાની ભલામણ કરે છે. એમાંથી બે મિત્ર એ તો તેનો અમલ કરવાનું શરૃ કરી દીધું છું. એક સમાજશાસ્ત્રી તરીકે ડૉ. યોગેશભાઇ કહે છે કે, 'અત્યારની ફાસ્ટ લાઇફમાં લોકો પાસે સમયનો અભાવ છે. જે સમય મળે છે એને અજાણી વ્યક્તિ સાથે ચેટિંગ કરવામાં કે સોશિયલ મીડિયા પાછળ ખર્ચી નાંખે છે. પરિણામે એક છત નીચે રહેતા વડીલ સાથે સંવાદનો તંતુ બંધાતો નથી. પોતે જાણે નક્કામાં અને વધારાના હોય એવું વડીલો ફિલ કરે છે.  અત્યાર સુધીમાં ૨૫થી વધુ વડીલ સાથે વાત કરી ચૂક્યો છું. ગાર્ડનમાં વોકિંગ કરતો હોઉ ત્યારે પણ વડીલો સાથે વાતચીત કરું  છું.'




from Gujarat samachar-plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/30nAwB8
via Latest Gujarati News

Post a Comment

0 Comments