આપણે ટાઇમને બચાવતા નથી હંમેશા વાપરીએ જ છીએ

કે.કે.શાહ જરોદવાલા સાયન્સ કોલેજ ખાતે વેકેશન દરમિયાન સ્ટુડન્સ માટે એક મહિનાનો સોફ્ટ સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ડિઝાઇન કરવામાં આવ્યો છે, જેમાં ૬૦ થી વધુ સ્ટુડન્ટ જોડાયા છે. સ્ટુડન્ટસને કરિયર અને રૃટિન લાઇફમાં પર્સનાલિટી ડેવલપ કરી શકે તે માટે કોમ્યુનિકેશન સ્કિલ, ટાઇમ મેનેજમેન્ટ, પ્રોબ્લેમ સોલ્વિંગ, કુશળતા, ક્રિએટીવ થિંકિંગ, લિસનિંગ સ્કિલ, નેટવર્કિંગ સેલ્સ મેનેજમેન્ટ, ઇન્ટરવ્યૂ સ્કિલ, ઇમોશનલ ઇન્ટેલિજન્સ, બેઝઈનેસ એટીકેટ્સ,પર્સનલ બ્રાન્ડિંગ અને પર્સનાલિટી ડેવલપમેન્ટ, ટીમ વર્ક અને લીડરશીપ જેવા મુદ્દાઓ પર ઇન્ટરેક્ટિવ સેશન યોજાયા છે. 

એચ.આર. ટ્રેનર શ્રેયા પરીખ કહે છે કે ઘણા પ્રકારના કોમ્યુનિકેશન્સ હોય છે, જેમાં વર્બલ અને નોનવર્બલ મુખ્ય છે. આજે આપણા માટે કોઇની સામે અદબવાળીને બેસવું ખૂબ નોર્મલ લાગે પરંતુ ખરેખર સામેની વ્યક્તિપર તમારી એવી છાપ પડે છે કે તેની વાત તમે ગ્રહણ નથી કરી રહ્યા. માર્કેટમાં અને સોશિયલ લાઇફમાં તમે બોલેલા શબ્દો કરતા તમારા એકસ્પ્રેશન્સથી તમે વધારેને વધારે લોકોને જોડી શકો છો અને એક મેસેજ પહોંચાડી શકો છો. આ ઉપરાંત તમારા વિચારોને એક્સપ્રેસ કરતા શીખો કારણ કે જો તમે તમારા વિચારોને એક્સપ્રેસ ન કરી શકો તો તે ના વિચાર્યા બરાબર જ છે. વાસ્તવમાં આપણે ટાઇમને બચાવતા નથી હંમેશા વાપરીએ જ છીએ.




from Gujarat samachar-plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Vskz93
via Latest Gujarati News

Post a Comment

0 Comments