ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની ભવ્ય મૂર્તિ બનાવાશે: PM મોદીનું એલાન

લખનૌ, તા. 16 મે 2019 ગુરુવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરને લઈને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યુ કે ટીએમસીના ગુંડાઓએ દાદાગીરી કરીને મહાન સમાજ સુધારક ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની મૂર્તિને તોડી દીધી છે. વડાપ્રધાન મોદીએ એલાન કર્યુ કે ભાજપ સરકાર તે જ સ્થળે પંચધાતુની એક ભવ્ય મૂર્તિ બનાવશે. તેમણે કહ્યુ કે આજે પશ્ચિમ બંગાળમાં તેમની રેલી છે, જોઈએ છીએ કે દીદી તેમની આ રેલીઓને થવા દે છે કે નહીં.

યુપીના મઉમાં ચૂંટણી જનસભાને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યુ, ટીએમસીના ગુંડાની આ દાદાગીરી પરમદિવસે રાતે પણ જોવા મળી છે. કલકત્તામાં ભાઈ અમિત શાહના રોડ શો દરમિયાન ટીએમસીના ગુંડાએ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની મૂર્તિને તોડી દીધી. આવુ કરનારને કડકથી કડક સજા આપવી જોઈએ. હું એ પણ કહેવા માગુ છુ કે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરજીના વિઝન માટે સમર્પિત અમારી સરકાર તે જગ્યા પર પંચધાતુની એક ભવ્ય મૂર્તિની સ્થાપના કરશે.

વડાપ્રધાન મોદીએ કહ્યુ કે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર માત્ર બંગાળની નહીં, પરંતુ ભારતની મહાન વિભૂતિ છે. તેઓ મહાન સમાજ સુધારક, શિક્ષણ શાસ્ત્રી જ નહીં પરંતુ ગરીબો અને દલિતોના સંરક્ષક પણ હતા. મહિલાઓના અધિકારો માટે તેમણે આ તબક્કામાં અવાજ ઉઠાવ્યો હતો. ભાજપ સરકારના તો મૂળમાં બંગાળની સાંસ્કૃતિક ભક્તિ છે. વેદથી વિવેદાનંદ સુધી, નેતાજી સુભાષ ચંદ્ર બોસથી લઈને શ્યામા પ્રસાદ મુખર્જી સુધી, અમારા ચિંતન-મનનને બંગાળની ઉર્જાએ પણ પ્રભાવિત કરી છે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HslHVl
via Latest Gujarati News

Post a Comment

0 Comments