નવી દિલ્હી, તા. 30 મે 2019, ગુરૂવાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહની વચ્ચે ગુરૂવારના રોજ દિલ્હી બીજેપીની વેબસાઇટ હેક થઇ ગઇ છે.
હેકર્સે વેબસાઇટ (www.delhi.bjp.org) ના તમામ પેજ બદલી નાખ્યા અને તેની જગ્યા બીફની ડીશનો ફોટો અપલોડ કરી નાખ્યો છે. વેબસાઇટના હોમ પેજ પર પાર્ટીનો ઇતિહાસ બદલી હેકર્સે તેની જગ્યાએ વેબસાઇટ પર બીફ અંગેનું પેજ જોડી દીધું છે.
જોકે, વેબાસાઇટ હેક થયા બાદ બીજેપીના ટેક્નીકલ સ્ટાફે થોડીવારમાં સાઇટ ડાઉન કરી નાખી હતી. જોકે, બીજેપીની વેબસાઇટ હેક થવાની આ પહેલી ઘટના નથી. આ પહેલા પણ ઘણીવાર બીજેપીની વેબસાઇટ હેક થઇ ચુકી છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HOUa1P
via Latest Gujarati News
0 Comments