કોંગ્રેસમાં ગાંધી પરિવારનો વંશવાદ તો ભાજપમાં મોદી-શાહનું શાસન શું છે?


અમદાવાદ, તા. 30 મે 2019, ગુરૂવાર

લોકસભાની ચૂંટણીના પ્રચારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ તેમજ કેન્દ્રના અનેક મંત્રીઓ અને ભાજપના નેતાઓએ જાહેર પ્રવચનમાં અને રેલીઓમાં કહ્યું હતું કે કોંગ્રેસમાં પણ વંશવાદ ચાલે છે. છેલ્લા 70 વર્ષથી માત્ર ગાંધી પરિવારનો જ કોંગ્રેસ પર કબજો છે. કોંગ્રેસના આ વંશવાદ એ દેશને લૂંટી લીધો છે અન્ય કોઈ મજબૂત અને સારા નેતાઓને આગળ આવવા દેવાતા નથી.

ભાજપના આવા આક્ષેપોની સામે સોશિયલ મીડિયાએ પણ ભાજપના વંશવાદ નહીં પરંતુ માત્ર બે થી ત્રણ વ્યક્તિઓને કેન્દ્રમાં રાખીને રાજકારણ રમવાનું હોય તેવી વાત કરી છે, જેમાં એવું ઉદાહરણ આપ્યું છે કે 2001થી 2014 સુધી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી રહ્યા હતા જ્યારે અમિત શાહ મંત્રી હતા.

ગુજરાતમાં મોદી અને શાહને પૂછ્યા વગર મંત્રીઓ કે નેતાઓએ ક્યારે પાણી પણ પીધું નથી. હાલમાં પણ મોદી અને શાહ કેન્દ્રમાં છે આમ છતાં જો સરકારોને પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારીની બદલી કરવી હોય તો દિલ્હીથી મંજૂરી લેવી પડે છે.

આ પ્રકારની ઇમેજ સરકારની બની ગઈ છે જેમાં તથ્ય પણ છે. બીજી બાજુ 2014માં કેન્દ્રમાં સત્તા મેળવવાના બાદ સમગ્ર દેશમાં માત્ર મોદી અને અમિત શાહનું જ શાસન ચાલી રહ્યું છે. કેન્દ્રના અન્ય કોઈ નેતાઓ કે મંત્રીઓ પણ કોઈ નિર્ણય લઈ શકતા નથી.

ભાજપના બળવાખોર નેતા શત્રુઘ્ન સિન્હા જાહેરમાં કહેતા હોય છે કે ભાજપમાં વન મેન શો અને ટુ મેન આર્મી છે. જ્યારે ઘણા લોકો મજાકમાં કહે છે કે મોદી અને શાહ તથા અરુણ જેટલીનો સમગ્ર દેશ પર કબજો છે.

કોંગ્રેસમાં જેમ ગાંધી પરિવાર છે તેમ ભાજપમાં માત્ર બેથી અઢી માણસો દ્વારા સમગ્ર દેશ અને ભાજપ પક્ષ અને ચલાવવામાં આવે છે તો શું આને વંશવાદ ન ગણી શકાય તેવો પ્રશ્ન સોશિયલ મીડિયામાં લોકો એકબીજાને પૂછી રહ્યા છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2MjHyUD
via Latest Gujarati News

Post a Comment

0 Comments