અમદાવાદ, તા. 30 મે 2019, ગરૂવાર
લોકસભાની ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યા બાદ આજે સાંજે નરેન્દ્ર દામોદરદાસ મોદીના મંત્રીમંડળનો શપથવિધિ યોજાયો હતો. જેમાં ગુજરાતમાંથી ત્રણ સાંસદોને સ્થાન અપાયું છે જેમાં ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ અમિત શાહને કેબિનેટમાં લેવાયા છે જ્યારે ગત સરકારમાં જે મંત્રીઓ હતા તેમાંથી બેને લેવાયા છે. જેમાં મનસુખ માંડવીયા અને પુરૂષોત્તમ રૂપાલાનો સમાવેશ થાય છે. જ્યારે ગત સરકારમાં મંત્રી રહેલા જશવંતસિંહ ભાભોરને પડતા મુકાયા છે. ઉપરાંત ગત સરકારના જે મંત્રી હતા તેવા હરીભાઇ ચૌધરીને આ વખતે ટીકિટ જ આપવામાં આવી નહતી.
ગુજરાતે 2014ની ચૂંટણીની જેમ 2019ની ચૂંટણીમાં ભાજપને તમામ 26 બેઠકો ચરણે ધરી છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી સચિવાલયમાં એવી અટકળો ચાલી રહીં હતી કે ગુજરાતમાંથી ત્રણથી ચાર સાંસદોને મંત્રી બનાવાશે. મોદી મંત્રીમંડળમાં ગુજરાતના જે ત્રણ સાંસદોને મંત્રી બનાવાયા છે તેમાંથી માત્ર અમિત શાહ જ લોકસભાની ચૂંટણી લડ્યા છે જ્યાર બાકીના બે મંત્રી રાજ્યસભાના સાંસદ છે.
આમ ગુજરાતના 26 સાંસદોમાંથી માત્ર એકને જ મંત્રીપદ અપાયું છે. નવસારીના સાંસદ સી.આર.પાટીલ દેશમાં સૌથી વધુ બહુમતીથી (6,89,688) જીતેલા સાંસદે છે. તેઓ સતત ત્રીજી વખત ચૂંટાય છે. ભાજપના નેતાઓ એવું કહેતા હતા કે આ વખતે સી.આર.પાટીલને મંત્રીમંડળમાં સ્થાન અપાશે. ઉપરાંત સૌરાષ્ટ્રમાંથી એક સાંસદને મંત્રી બનાવાશે. પરંતુ આજે કુલ 58 મંત્રીઓની શપથવિધિમાં ગુજરાતમાંથી કુલ ત્રણ પંરતુ લોકસભાની ચૂંટણી લડ્યા હોય તેવા એક માત્ર સાંસદને મંત્રીપદ અપાયું છે.
26માંથી એક સાંસદને મંત્રીપદ અપાતા ગુજરાત ભાજપમાં અને સાંસદોમાં નિરાશા સાંપડી છે. લોકોમાં પણ ઘણો ઉત્સાહમાં હતો. પરંતુ ગુજરાતના સાંસદોને ઓછુ પ્રતિનિધિત્વ અપાયું હોવાની લાગણી પ્રબળ બની છે. લોકો મજાક કરી રહ્યાં છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અને અમિત શાહે ગુજરાતના સાંસદોને ઠેંગો બતાવ્યો છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HOUhuh
via Latest Gujarati News
0 Comments