પાંચ વર્ષ પછી દેશમાં એર ટ્રાફિકની વૃદ્ધિમાં ઘટાડો

નવી દિલ્હી, તા. 30  મે, 2019, ગુરૂવાર

ભારતમાં ડોમેસ્ટિક એરટ્રાફિકમાં પાંચ વર્ષમાં પહેલી વખત એપ્રિલમાં નેગેટિવ વૃદ્ધિદર નોંધાયો હતો. જાન્યુઆરી ૨૦૧૪ પછી એપ્રિલમાં ભારતમાં આરપીકે (રેવન્યુ પેસેન્જર કિલોમીટર) એક વર્ષ અગાઉ કરતા ૦.૫ ટકા નીચો છે તેમ વૈશ્વિક એરલાઇન ગુ્રપિંગ ૈંછ્છ જણાવ્યું હતું.

ેછેલ્લા કેટલાક મહિનાથી ભારત વિશ્વમાં ઉડ્ડયન ક્ષેત્રે સૌથી વધારે ઝડપી વૃદ્ધિ નોંધાવતો દેશ હતો. ભારતની સ્થાનિક માર્કેટે જાન્યુઆરી ૨૦૧૪ પછી એપ્રિલમાં સૌથી પહેલા નેગેટિવ ગ્રોથ રેટ નોંધાવ્યો હતો.

રેવન્યુ પેસેન્જર કિલોમીટર એ પેસેન્જર વોલ્યુમનું માપ છે. નક્કર વૃદ્ધિના ગાળા પછી સ્થાનિક ભારતમાં આરપીકે એક વર્ષ અગાઉ કરતા ૦.૫ ટકા નીચે છે. પાંચ વર્ષ કરતા વધુ સમય પછી આ પ્રથમ નેગેટિવ વૃદ્ધિ છે અને તે મુખ્યત્વે જેટ એરવેઝના પતનના કારણે છે. આ ઉપરાંત અન્ય પરિબળો પણ તેના માટે જવાબદાર છે.

અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે, જેટ એરવેઝ ૨૫ વર્ષ કરતા વધુ સમયથી અસ્તિત્વમાં હતી. તેણે કામચલાઉ ધોરણે એપ્રિલમાં કામગીરી બંધ કરી હતી. ફ્લાઇટ કેન્સેલેશન અને ત્યારબાદ ગ્રાઉન્ડિંગના કારણે દેશમાં સ્થાનિક ઉડ્ડયન ક્ષેત્રની ક્ષમતામાં ઘણો ઘટાડો થયો છે.



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JOEZb8
via Latest Gujarati News

Post a Comment

0 Comments