
(પીટીઆઇ) લંડન, તા.17 મે, 2019, શુક્રવાર
શક્ય હતું ત્યાં સુધી મંત્રણા કરી, એમ કહીને બ્રિટનના વિરોધ પક્ષ લેબર પાર્ટીના નેતાએ થેરેસા મે સાથીની આંતર પક્ષીય બ્રેક્ઝિટ મંત્રણા કોઇ પણ પ્રકારના નિર્ણય વગર પુરી થવાની જાહેરાત કરી હતી.
લેબર પાર્ટીના નેતા જેરેમી કોર્બિન વડા પ્રધાન મેને મંત્રણાની પ્રક્રિયાને પુરી થઇ હોવાની જાહેરાત કરવા લખીને તમારા પક્ષમાં જ નેતા બનવની હોડ લાગી હોવાથી તેમારી સરકારની નબળાઇ અને અસ્થિરતાને દોષ આપવો જોઇએ.
મેને ડાઉનિંગ સ્ટ્રિટમાંથી વિદાય લેવાની તારીખ નક્કી કરવાની ફરજ પડાયા પછીના જ દિવસે આ બાબત બની હતી.' મેં થેરેસા મેને એ કહેવા પત્ર લખ્યો હતો કે યુરોપીયન સંધમાંથી નીકળવા કોઇ સમાધાન કરાર શોધવાની કવાયત પુરી થઇ.સરકાર નબળી પડી રહી છે અને અસ્થિરતાનો અર્થ છે કે હવે સરકારની સ્થિરતામાં કોઇને વિશ્વાસ નથી'એમ કોર્બિને કહ્યું હતું.
૨૯મેના રોજ બ્રિટનને યુરોપીન સંઘમાંથી નીકળવાનું હતું, પરંતુ મેએ ત્રણ વખત બ્લોક સાથે કરેલા કરારને સંસદે ફગાવી દેતાં સંઘને બ્રિટનને ૩૧ ઓકટોબર સુધી વધુ મુદ્દત આપી હતી.
'તમારી સરકારની વધતી જતી નબળાઇ અને અસ્થિરતાનો અર્થ એ થયો કે આપણી વચ્ચે જે કંઇ પણ કરાર કે સંમતિ થાય તેમાં વિશ્વાસ નહીં હોય.તમે રાજીનામું આપવા નક્કી કર્યું છે અને તમારા સાંસદો કોણ વડા પ્રધાન બનશે તેને લઇને અંદરો અંદર ઝગડતા હોવાથી સરકારની સ્થિતિ વધુ અસ્થિર અને નબળી બની છે.
સરકારે સારા ઇરાદે કવાયત કરી હતી અને સંભવત સમંતી શોધવા માટે કેટલાક સકારકાત્મક પ્રયાસો કરાયા હતા એ વાત પર ભાર મૂકતાં તેમણે કહ્યું હતું કે છતાં પણ વિપક્ષમાં એ વાત અંગે શંકા છે કે સરકાર કોઇ સમાધાનકારી કરાર કરી શકાશે કે કેમ?લેબર પાર્ટી યુરોપીયન સંઘ સાથે બ્રેક્ઝિટ પછી વેપાર અંગે પાડોશી યુરોપ સાથે યુકેને જોડી રાખવા કોઇ સમાન કસ્ટમની વ્યવસ્થા કરવા અંગે સમંત છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VJy8Gj
via Latest Gujarati News
0 Comments