નામદારના પરિવાર પાસે કરોડો રૂપિયા ક્યાંથી આવ્યા? PM મોદી

નવી દિલ્હી, તા. 15. મે. 2019 બુધવાર

લોકસભાની ચૂંટણી માટે પીએમ મોદી સતત ચૂંટણી સભાઓ ગજવી રહ્યા છે.

આજે બિહારમાં ચૂંટણી સભાને સંબોધન કરતા નરેન્દ્ર મોદીએ કહ્યુ હતુ કે, મહામિલાવટી વિપક્ષી નકારાત્મક રીતે ચૂંટણી લડી રહ્યુ છે.તેમની પાસે બે જ મુદ્દા છે, એક મોદીની ઈમેજ ખરાબ કરો મોદીને હટાવો. તેમને ખબર નથી કે મોદી આજે જ્યાં છે તે  માટે 130 કરોડ ભારતવાસીઓના આશીર્વાદ જવાબદાર છે.

તેમણે કહ્યુ હતુ કે નામદારનો પરિવાર હોય કે બિહારનો ભ્રષ્ટ પરિવાર, આજે તેમની હજારો કરોડો રુપિયાની સંપત્તિ છે.આ પૈસા ક્યાંથી આવ્યા?આજે તેમને ગરીબોની પડેલી હોય તો ભ્રષ્ટાચાર કરતા પહેલા તેમના હાથ ધ્રુજતા.પોતાની જાતિના લોકોનો બીજા પર દબદબો બનાવી રાખવા માટે બિહારના પરિવારે પોતાની જાતિના પ્રતિભાશાળી યુવાનોને પણ ગુંડાગર્દીના રવાડે ચઢી દીધા હતા.

તેમણે કહ્યુ હતુ કે, ભાજપ અને એડીએ સરકાર બિહારના લોકોના સપનાઓને નવી ઉંચાઈ પહોંચાડવા માટે તેમજ ગરીબથી ગરીબ વ્યક્તિ સુધી ટેકનોલોજી પહોંચે તે માટે કામ કરી રહી છે. 2022 સુધીમાં અમે ખેડૂતોની આવક ડબલ કરવા માટે પ્રતિબધ્ધ છે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Hw6xy6
via Latest Gujarati News

Post a Comment

0 Comments