'ફેની' વાવાઝોડુ ઓરિસ્સાને 525 કરોડની લપડાક મારતુ ગયુ

ભુવનેશ્વર, તા.15 મે 2019, બુધવાર

ઓરિસ્સાને તાજેતરમાં ધમરોળી જનાર ફેની વાવાઝોડાએ રાજ્યને 525 કરોડ રુપિયાનો ફટકો માર્યો છે.

સરકારના કહેવા પ્રમાણે વાવાઝોડાના કારણે 750 કિમીના રસ્તાઓને નુકસાન થયુ છે. 53 શહેરી વિસ્તારોને ગંભીર અસર થઈ છે. પાર્ક, રમવાના મેદાનો, કોમ્યુનિટી સેન્ટર અને ટાઉન હોલ જેવી જગ્યાઓ પર પણ વાવાઝોડાના કારણે નુકસાન થયુ છે.

20 જેટલા નાના શહેરોમાં પાણીના પૂરવઠાને અસર પહોંચી છે. 21,000 સ્ટ્રીટ લાઈટને અસર પહોંચી છે. બધુ મળીને 525 કરોડ રુપિયાની સંપત્તને નુકસાન થયુ છે.

વાવાઝોડામાં 64 લોકોના મોત થયા હતા અને કુલ મળીને 1.65 કરોડ લોકો તેના કારણે પ્રભાવિત થયા હતા. જોકે વાવાઝોડા પહેલા અગમચેતી વાપરીને સરકારે ભરેલા પગલાની વ્યાપક પ્રશંસા પણ થઈ હતી. જેના કારણે જાન માલનુ મોટુ નુકસાન થતુ અટક્યુ હતુ.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VBz0MQ
via Latest Gujarati News

Post a Comment

0 Comments