રિઝર્વ બેંકે આગામી નીતિ સમીક્ષા વેળા દરમાં મોટો ઘટાડો કરવો જરૂરી : SBI

નવી દિલ્હી, તા. 15 મે, 2019, બુધવાર
દેશમાં અર્થતંત્રમાં હાલની નરમાઈને દૂર કરવા રિઝર્વ બેંકે જૂનમાં તેની નાણાં નીતિની સમીક્ષા દરમ્યાન વ્યાજદરમાં મોટો ઘટાડો કરવાની જરૂર છે. એમસ્ટેટ બેંકે જણાવ્યું હતું.


સ્ટેટ બેંકના રિસર્ચ રિપોર્ટમાં જણાવ્યા મુજબ નાણાં નીતિ અગાઉની બે બેઠકમાં રિઝર્વ બેંકે સોર્ટ ટર્મ લેન્ડિંગ રેટ અથવા રેપો રેટમાં કુલ ૫૦ બેસીસ પોઇન્ટનો ઘટાડો કર્યો છે. રિઝર્વ બેન્ક હવે છ જૂને નાણાં નીતિની સમીક્ષા માટે બેઠક યોજશે. હાલમાં આપણે આર્થિક વૃદ્ધિમાં નરમાઈનો સામનો કરી રહ્યા છીએ. શેરબજારના મુખ્ય સૂચકાંકોમાં ઘટાડો થઈ રહ્યો છે.


૨૦૧૮-૧૯ના નાણાંકીય વર્ષના ચોથા ક્વાર્ટરના પ્રારંભિક ટ્રેન્ડ સંકેત આપે છે કે ટેલિકોમ ઇક્વિપમેન્ટ, ઇન્ફ્રા. સર્વિસીસ, એગ્રો કેમિકલ્સ, પેટ્રો કેમિકલ્સ, ઇન્ફ્રા. સ્ટ્રક્ચર ડેવલપર્સ અને કાસ્ટિંગ્સ જેવા ક્ષેત્રોમાં ઘટાડો થયો છે. ૨૦૧૮-૧૯ના જાન્યુઆરી માર્ચ ક્વાર્ટરમાં ૩૩૦થી વધુ કંપનીઓએ આવક અને નફાકારકતામાં નેગેટિવ ગ્રોથ નોંધાયો છે.


નબળા ગ્રામીણ અર્થતંત્રને કારણે ગ્રામીણ આવકને અસર થઈ રહી છે અને તેનાથી એફએમસીજી ક્ષેત્રોની માંગ નબળી રહી છે. ઉંચા વાસ્તવિક વ્યાજદરથી રોાકણને તીવ્ર નેગેટીવ અસર થઈ રહી છે તેથી વ્યાજદરમાં મોટા પાયે એટલે કે ૨૫ બેસિસ પોઇન્ટથી વધુના ઘટાડાની આશા રાખી રહ્યા છીએ. જો કે, વ્યાજદરમાં મોટો ઘટાડો પણ પૂરતો નથી પરંતુ તેનાથી અંતિમ ગ્રાહકોને લાભ થઈ શકે છે. તેમ આ રિપોર્ટમાં જણાવાયું હતું.



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WM8zR4
via Latest Gujarati News

Post a Comment

0 Comments