(પીટીઆઇ) યુએન, તા. ૧૬
યુનાઇટેડ નેશન્સે આઇએસઆઇએસની દક્ષિણ એશિયા શાખા પર પ્રતિબંધ મૂકી દીધો છે. જેને આઇએસઆઇએસ ખુરાસાન તરીકે ઓળખવામાં આવે છે. આ આતંકી જૂથની રચના ૨૦૧૫માં પાકિસ્તાની નાગરિક અને ટીટીપીના પૂર્વ કમાન્ડર દ્વારા કરવામાં આવી હતી કે જે અલ કાયદા સાથે સંકળાયેલો હતોે અને અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં થયેલા વિવિધ હુમલાઓમાં સંડોવાયેલો હતો.
યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલની ૧૨૬૭ અલ કાયદા સેન્કશન્સ કમિટીએ ઇરાકમાં આઇએસ પર પ્રતિબંધ મૂક્યો હતો.
આ સંગઠનને આઇએસઆઇએસની દક્ષિણ એશિયા શાખા, આઇએસઆઇએલ ખુરાસાન, ઇસ્લામિક સ્ટેટ ખુરાસાન પ્રાંત અને સાઉથ એશિયા ચેપ્ટર ઓફ આઇએસઆઇએલ જેવા નામોથી પણ ઓળખવામાં આવે છે.
તાજેતરમાં જ એક મેના રોજ સંયુકત રાષ્ટ્રની સુરક્ષા પરિષદે પાકિસ્તાની આતંકી સંગઠન જૈશે મોહંમદના વડા મસૂદ અઝહરને આતંરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કર્યો હતો.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VwsAd0
via Latest Gujarati News
0 Comments