અમદાવાદ, તા. 18 મે 2019, શનિવાર
લોકસભાની છેલ્લા તબક્કાની ચૂંટણી માટેનું મતદાન પણ આવતીકાલે સંપન્ન થઈ જશે. કેન્દ્રમાં ભાજપની કે અને કયા પક્ષની સરકાર બનશે તે હવે નક્કી થઈ ગયું છે માત્ર પરિણામની જાહેરાત બાકી છે.
આવી સ્થિતિમાં પણ સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની વિરુદ્ધમાં વિવિધ પ્રકારની કોમેન્ટ વાયરલ થઇ રહી છે. જેમાં ઉત્તરપ્રદેશના વારાણસીમાં શંકરાચાર્યના પ્રતિનિધિ અવિમુક્તેશ્વરાનંદનો ઓડિયો વિડીયો ધૂમ મચાવી રહ્યો છે.
શંકરાચાર્ય એ કોઈ સ્થાનિક પત્રકારને આપેલા ઇન્ટરવ્યૂમાં પીએમ નરેન્દ્ર મોદી તથા અમિત શાહ અને બાબા રામદેવ પર ટીકાઓનો વરસાદ વરસાવ્યો છે. શંકરાચાર્યએ આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે,‘નરેન્દ્ર મોદી તમે તો ગૌહત્યા કરાવો છો, તમે મંદિર પણ તોડાવો છો, તમે રામ મંદિર બાંધવાની વાત કરીને સત્તા પર આવ્યા હતા છતાં તમે રામ મંદિર બાંધ્યું નથી અને તે સંદર્ભમાં તમારી ભાવના જ નથી. જો તમને લાગણી હોત તો રામ મંદિર અંગે તમે કંઈક તો કર્યું જ હોત. મોદી તમે ખુદને ભગવાન માની રહ્યા છો તેનું ફળ તમારે ભોગવવું જ પડશે. મંદિર માટે ભૂતકાળમાં ઘણી લડાઈઓ લડી ચૂકી છે મોગલોના સમયમાં ઘણા મંદિરો તોડાયા હતા અને હવે મોદી મંદીરોને તોડે છે તે શું આ સારી બાબત છે ? આ કઈ પરિભાષા છે? મોદી હવે મહાદેવનો ઉધાર કરશે? મોદી સાઉ મૂર્ખ માણસ જેવી વાત કરી રહ્યા છે લોકો તેમના પર હસે છે અને સમજે પણ છે રામ લાલા અને મંદિરના નામે સત્તા તો મેળવી લીધી પરંતુ પાંચ વર્ષ સુધી રામ મંદિરને યાદ ન કર્યું લોકોની આશા હવે નિરાશામાં બદલાય ગઈ છે હવે લોકો શું કરે?’
બીજી બાજુ એવી વાતો થઈ રહી છે કે મોદીનો કોઈ વિકલ્પ નથી પરંતુ લોકો લોકશાહીમા વિકલ્પ ઉભો કરે છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના સંદર્ભમાં ટીકા કરતા શંકરાચાર્યએ કહ્યું કે,‘શાહને ચાણક્ય ગણાવવામાં આવે છે પરંતુ અમિત શાહ ચાણક્યનો ચ પણ શીખ્યા નથી. ચાણક્ય તો ઝુપડામાં રહીને શાસનને સરસ માર્ગ બતાવ્યો હતો અને ખોટા સત્તાધીશોને હટાવી દીધા હતા. ચાણક્ય પવિત્ર જીવન જીવતા હતા આ તો ભ્રષ્ટાચારની બુલંદી પર બેઠા છે. અમિત શાહની ચાણક્ય સાથે સરખામણી કરીને તમે લોકો ચાણક્યનું અપમાન કરો છો. ધર્મ સંસ્કૃતિ અને સમાજને બચાવવા માટે ચાણક્યએ મોટું બલિદાન આપ્યું છે.
યોગગુરૂ બાબા રામદેવના સંદર્ભમાં પૂછાયેલા પ્રશ્નોના જવાબમાં આચાર્ય શંકરાચાર્યએ જણાવ્યું કે,‘બાબા રામદેવ સત્તા સાથે રહેતા સાધુ છે, જ્યારે અમારા જેવા સાધુ પરમ સત્તા સાથે રહે છે. બાબા રામદેવ ધર્મનો પ્રચાર નથી કરતા પરંતુ પોતાની પ્રોડક્ટનું માર્કેટિંગ કરે છે. પતંજલિ પહેલા 5 હજાર કરોડ પછી 10 હજાર કરોડ ત્યાર બાદ 15,000 કરોડ અને હવે 25 હજાર કરોડની થઇ છે. રામદેવ બાબા તેલ અને ટુથપેસ્ટની જાહેરાતોમાં આવે છે. દેશને સ્વસ્થ કરવાની વાતો કરે છે પરંતુ તેના બહાને પોતાની જોલી ભરી લીધી છે. બાબા રામદેવ ચાપલૂસ નંબર વન છે તેના જેવો કોઈ ભક્ત મેં જોયો નથી.
વડાપ્રધાન મોદી પતંજલિ ગયા ત્યારે બાબાએ તેમને રાષ્ટ્રઋષિનો ખિતાબ આપ્યો હતો ખરેખર તો રાષ્ટ્ર શું છે તેમની રામદેવને ખબર જ નથી. રામદેવબાબા પહેલા પોતાની પાર્ટી બનાવવાના હતા પરંતુ પછી ભાજપ સાથે જોડાઈ ગયા અને તેમના હાલમાં તેના સાતથી આઠ સાંસદો છે તેઓ ભાજપ અને એન.ડી.એ.ના ગઠબંધનનો જ એક અઘોષિત ભાગ છે.
10 મિનિટની આ વીડિયો ક્લિપિંગના અંતે આચાર્ય શંકર આચાર્ય એવું કહે છે કે જો મેં કોઈ ખોટી વાત કરી હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો આ વીડિયો ક્લિપિંગે ખાસ કરીને ઉત્તર ભારતમાં ભારે ચકચાર જગાવી છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WTMyjE
via Latest Gujarati News
0 Comments