મોદી-શાહની આચારસંહિતાનો ભંગ: ત્રણેય ચૂંટણી કમિશ્નરોએ શું અભિપ્રાય આપ્યો

અમદાવાદ, તા. 18 મે 2019, શનિવાર

આ વખતની લોકસભાની ચૂંટણી ઘણી જ વિવાદાસ્પદ રહીં છે. ચૂંટણીપંચે મતદાન પહેલા જ જાહેર કર્યું હતું કે કોઇ પણ રાજકીય નેતાએ સૈનિકોના નામે કે ધર્મના નામે મત માંગવાના નથી. ઉપરાંત કડક આચારસંહિતા પણ જાહેર કરવામાં આવી હતી. આમ છતા ભાજપ-કોંગ્રેસ સહિતના અનેક નેતાઓએ ખુલ્લેઆમ આાચારસંહિતાનો ભંગ કર્યો છે. જેમાંથી ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ બાકાત નથી.

આ બંને નેતાઓની વિરૂધમાં વિરોધ પક્ષ દ્વારા ચૂંટણીપંચમાં અનેક ફરિયાદ કરવામાં આવી હતી જે પૈકી તમામ ફરિયાદોમાં ચૂંટણીપંચે મોદી-શાહને ક્લિનચીટ આપી દીધી છે. આવી સ્થિતિમાં સુરતના જાગરુત નાગરીક સંજીવ ઇઝાવાએ દિલ્હીના મુખ્ય કમિશ્નર સમક્ષ એક આરટીઆઇ કરી છે. જેમાં તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ તથા રાહુલ ગાંધીની સામે આચારસંહિતાની જે ફરિયાદ થઇ હતી તેની તમામ કોપી માગી છે. 

ઉપરાંત આ ફરિયાદને પગલે પંચમાં ફરિયાદના સંદર્ભમાં જે ચર્ચા થઇ હતી અને દરેક કમિશ્નરે વ્યક્તિગત અભિપ્રાયો આપ્યા હતા તેની નકલ માંગી છે. 

આ ફરિયાદ અંગે ચૂંટણીપંચ દ્વારા બોલાવાયેલી મીટિંગમાં જે મીનિટ્સ નોંધવામાં આવ્યા હતા તેની નકલ પણ માંગવામાં આવી છે.

ચૂંટણી આચારસંહિતાનો ભંગ કરવા બદલ જે કમિશ્નરે શું અને કેવો અભિપ્રાય આપ્યો હતો તેની વિગતો પણ માંગવામાં આવી છે. આ ફરિયાદના સંદર્ભમાં ચૂંટણીપંચે જે આખરી નિર્ણય લીધો તેમાં કેટલી બહુમતિથી લીધો તેની વિગતો પણ માંગી છે.


અરજદારે આરટીઆઇ માટે રૂપિયા દસની ફી નેટ બેન્કિગથી ચૂકવી દીધી છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Qa37Fe
via Latest Gujarati News

Post a Comment

0 Comments