
- આ મહાનગરની હવામાં પાર્ટિકયુલેટ મેટરનું પ્રમાણ ઘટયાના મહારાષ્ટ્રના દાવા સામે આ પ્રમાણમાં વધારાનો કેન્દ્રનો દાવો
મુંબઇ, તા. 23 જૂન 2019, રવિવાર
મહાનગર મુંબઈના વાતાવરણમાં પ્રદૂષણ ફેલાવતા પાર્ટિકયુલેટ મેટર (પીએમ- રજકણો)નું પ્રમાણ ઘટયાનો દાવો મહારાષ્ટ્ર પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (એમપીસીબી)એ કર્યો છે. પરંતુ તાજેતરમાં જારી કરાયેલી માહિતી દર્શાવે છે કે આ મહાનગરના વાતાવરણમાં છેલ્લાં ૨૦ વર્ષમાં પીએમ ૧૦નું પ્રમાણ ૨૦૧૮માં સૌથી અધિક હતું. અર્થાત ૨૦૧૮માં મુંબઈનું વાતાવરણ આ સર્વાધિક પ્રદૂષિત હતું.
સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (સીપીસીબી) એ એકત્રીત કરેલી આ માહિતી કેન્દ્રના પર્યાવરણ મંત્રાલય દ્વારા શુક્રવારે લોકસભામાં રજૂ કરવામાં આવી હતી.
સીપીસીબીના જણાવ્યા મુજબ મુંબઈના વાતાવરણમાં પીએમ ૧૦ અને પીએમ ૨.૫નું પ્રમાણ એકધારી રીતે વધતું રહ્યું છે. પર્યાવરણ મંત્રાલયની માહિતી મુજબ મુંબઈની હવામાં ૨૦૧૮માં પીએમ ૧૦નું વાર્ષિક સરેરાશ પ્રમાણ ૧૬૬ યુજી/ એમ ૩નું હતું. જ્યારે ૨૦૧૭માં આ પ્રમાણ ૧૫૧ યુજી/ એમ ૩નું હતું.
સીપીસીબીના જણાવ્યા પ્રમાણે પીએમ ૧૦નું વાર્ષિક સલામત પ્રમાણ પ્રતિ ધનમીટરે ૬૦ માઈક્રોગ્રોમ્સ (યુજી/ એમ ૩)નું છે. બે દાયકામાં ત્રીજા ક્રમનું પીએમ ૧૦નું સર્વાધિક પ્રમાણ ૧૨૭ યુજી/ એમજી ૨૦૧૭માં નોંધાયું હતું.
પાર્ટિકયુલેટ પ્રદૂષણમાં તીવ્ર ઘટાડો ૨૦૦૧માં નોંધાયો હતો. તે વખતે પાર્ટિકયુલેટ પ્રદૂષણ ઘટીને ૬૭.૨ યુજી/ એમ ૩ થયું હતું. પીએમ ૨.૫નું પ્રમાણ ૨૦૧૫થી માપવામાં આવે છે. મુંબઈમાં ૨૦૧૮માં તેનું પણ સર્વાધિક પ્રમાણ નોંધાયું હતું.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2N7Rf95
via Latest Gujarati News
0 Comments