
- ખટુઆ સમિતિની ભલામણ મુજબ ઉતારુ પરિવહન માટે આ બન્ને વાહનોની વયમર્યાદા ૧૫ વર્ષની કદાચ નક્કી કરાય
મુંબઇ, તા. 23 જૂન 2019, રવિવાર
મહારાષ્ટ્ર સરકાર ટેક્સી અને ઓટોરીક્ષાને ઉતારુ પરિવહન માટે ઉપયોગમાં લેવાની વર્ષ (વય) મર્યાદા ૧૫ વર્ષની કરે તેવી શક્યતા હોવા સાથે ૧૫ વર્ષ કરતાં વધુ જૂની અનેક ટેક્સી- રીક્ષાઓને ટૂંક સમયમાં ઉપયોગમાંથી કદાચ પાણી ખેંચી લેવાય. જ્યારે એપવાળી ટેક્સીની વયમર્યાદા કદાચ દસ વર્ષની નિશ્ચિત કરવામાં આવે.
હાલમાં મુંબઈમાં ૪૫ હજાર ટેક્સી અને ૨.૧૫ લાખ ઓટોરીક્ષાઓ છે. મહારાષ્ટ્ર સરકારે નિવૃત્ત આઈએએસ અધિકારી બીસી ખટુઆના વડપણમાં નીમેલી સમિતિએ ૨૦૧૭ના ઓક્ટોબરમાં સુપરત કરેલા અહેવાલમાં ટેક્સી- રીક્ષાના ઉપયોગ માટેની વર્ષ મર્યાદા ઘટાડવાની ભલામણ કરી હતી. તેને આદારે સરકાર નવેસરથી વર્ષ મર્યાદા નિશ્ચિત કરે તેવી સંભાવના છે.
ઉલ્લેખનીય છે કે હાલમાં ટેક્સીની વર્ષ મર્યાદા ૨૦ વર્ષની તથા રીક્ષા માટે ૧૬ વર્ષની મર્યાદા છે. આ મર્યાદા પૂરી થતાં જે તે વાહનનો ઉતારુ પરિવહન સેવા માટેનો ઉપયોગ બંધ કરવાનો હોય છે.
પરિવહન ખાતાના અધિકારીઓએ કહ્યું હતું કે રાજ્ય સરકાર ખટુઆ સમિતિની અન્ય ભલામણો સાથે ટેક્સી- રીક્ષાની વર્ષ મર્યાદાની ભલામણનો પણ સ્વીકાર કરવાની છે.
આ સમિતિએ એપવાળી તેમજ રેડિઓ ટેક્સી માટે માત્ર દસ વર્ષની વર્ષ મર્યાદાની ભલામણ પણ કરી હતી. નોંધપાત્ર છે કે અગાઉ ઉતારુ પરિવહનના એક વાહન તરીકે રીક્ષાના ઉપયોગ પર વર્ષની કોઈ મર્યાદા ન હતી. જ્યારે ૨૦૧૦માં સ્ટેટ ટ્રાન્સપોર્ટ ઓથોરિટિ (એસટીએ) ટેક્સી માટે ૨૫ વર્ષની મર્યાદા નક્કી કરી હતી.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Y755JO
via Latest Gujarati News
0 Comments