જાણી જોઇને ખોટ દર્શાવતી 2.5 લાખથી વધુ કંપનીઓને ટેક્સના દાયરામાં લવાશે


નવી દિલ્હી, તા. 13 જૂન, 2019, ગુરૂવાર

ભારતીય અર્થતંત્રને પાટા પર લાવવા માટે મોદી સરકાર વધુ એક પગલુ ભરી શકે છે. પ્રથમ નોટબંધી, પછી નકલી કંપનીઓ પર કાર્યવાહી પછી હવે સરકાર એવી કંપનીઓને ટેક્સના દાયરામાં લાવવા માગે છે જે જાણી જોઇને ટેક્સ બચાવવા માટે પોતાના ખાતામાં ખોટ દર્શાવે છે. 

સરકાર આ માટે મિનિમમ ઓલ્ટરનેટ ટેક્સ(મેટ)ના નિયમોમાં ફેરફાર કરવાનું વિચારી રહી છે. નાણા મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી બજેટ કે ત્યારબાદ સરકાર જાણી જોઇને ખોેટ દર્શાવનારી કંપનીઓ પર ટેક્સ નાખી શકે છે. 

જો કે સૂત્રોના જણાવ્યા અનુસાર ખરેખર નુકસાન કરતી કંપનીઓને સરકાર ટેક્સ ક્રેડિટ પર રાહત આપી શકે છે. દેશમાં ૨.૫ લાખથી વધુ કંપનીઓ છે જે જાણીજોઇને વર્ષોથી પોતાને ખોટમાં દર્શાવી રહી છે. આ કંપનીઓ બેંકો પાસેથી લોન પણ લે છે અને લાંબા સમયથી ઇનડાયરેક્ટ ટેક્સ પણ ચૂકવી રહી છે પણ ડાયરેક્ટ ટેક્સ એટલે કે કોર્પોરેટ ટેક્સ ચૂકવી રહી નથી. 



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WFB3jE
via Latest Gujarati News

Post a Comment

0 Comments