ટ્રિપલ તલાક બિલનો વિરોધ કરવાની કોંગ્રેસ અને જદ(યુ)ની જાહેરાત


નવી દિલ્હી, તા. 13 જૂન, 2019, ગુરૂવાર

સંસદના આગામી સત્રમાં ટ્રિપલ તલાક બિલ રજૂ કરવાની સરકારની જાહેરાત પછી કોંગ્રેસ અને જદ(યુ)એ રાજ્યસભામાં આ બિલનો વિરોધ કરવાની જાહેરાત કરી છે. 

આ બિલ અંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અભિષેક મનુ સિંઘવીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે આ બિલની કેટલીક જોગવાઇઓ અંગે ચર્ચા જરૂરી છે. અમે ઉઠાવેલા મુદ્દાઓ પૈકી સરકાર મોટા ભાગના મુદ્દે સંમત થઇ ગઇ છે. જો કે હજુ પણ એક કે બે મુદ્દા એવા છે જેના પર સરકારની સ્પષ્ટતા અને ચર્ચા કરવી જરૂરી છે. 

આ દરમિયાન બિહારના મુખ્યપ્રધાન નીતીશકુમારના પક્ષ અને ભાજપ સહયોગી જનતા દળ(યુનાઇટેડ)એ જણાવ્યું છે કે તે રાજ્યસભામાં ટ્રિપલ તલાક મુદ્દે કેન્દ્ર સરકારને સમર્થન કરશે નહીં, 

બિહારના પ્રધાન શ્યામ રઝાકે એક નિવેદનમાં જણાવ્યું છે કે જદ(યુ) ટ્રિપલ તલાક બિલનો વિરોધી છે અને ભવિષ્યમાં પણ તેનો વિરોધ કરવાનું ચાલુ રાખશે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WDqdFN
via Latest Gujarati News

Post a Comment

0 Comments