
નવી દિલ્હી, તા. 13 જૂન, 2019, ગુરૂવાર
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ હાલ ભાજપ અધ્યક્ષ પદ પણ સંભાળશે, આ વર્ષે કેટલાક રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. જેને ધ્યાનમાં રાખીને અમિત શાહે એક નિવેદન કર્યું હતું, તેમણે જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણીમાં ભાજપે સૌથી સારુ પરીણામ મેળવ્યું હશે પણ તેમ છતા હજુ પક્ષે તેની ગતી પકડવાની બાકી છે. સાથે તેમણે પક્ષના નેતાઓને અપીલ કરી હતી કે તેઓ વધુમાં વધુ લોકોને પક્ષમાં લાવવાનો પ્રયાસ કરે.
ભાજપના રાજ્યોના નેતાઓની સાથે અમિત શાહે એક બેઠક યોજી હતી જેમાં તેમણે આ નિવેદન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે પક્ષ તેના સર્વોચ્ચ સ્થાને ત્યારે જ પહોંચશે જ્યારે કેરળ અને પશ્ચિમ બંગાળમાં પણ ભાજપની સરકાર બનશે.
આ બેઠક અંગેની જાણકારી આપતા પક્ષના પ્રવક્તા ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે ભાજપમાં હાલ જેટલા સભ્યો અને કાર્યકર્તાઓ છે તેની સંખ્યામા હજુ ૨૦ ટકાનો વધારો કરવા માટે મેમ્બરશિપ ડ્રાઇવ શરૂ કરવામાં આવશે, જેને અંતીમ ઓપ અમિત શાહ દ્વારા આપવામાં આવ્યું છે.
ભાજપની મેમ્બરશિપ ડ્રાઇવના ઇન્ચાર્જ મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણને બનાવવામાં આવ્યા છે અને તેની જાહેરાત ટૂંક સમયમાં કરવામા આવશે તેમ પક્ષના પ્રવક્તાએ જણાવ્યું હતું. એવા અહેવાલો છે કે પક્ષના સંગઠનની ચૂંટણી પુરી ન થઇ જાય ત્યાં સુધી અમિત શાહ જ પક્ષ પ્રમુખ પદ સંભાળશે. અને તેમની આગેવાનીમાં જ આ વર્ષે મહારાષ્ટ્ર, હરિયાણા, ઝારખંડમાં પણ પક્ષ વિધાનસભાની ચૂંટણી લડશે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WE2lqu
via Latest Gujarati News
0 Comments