ટ્રેનમાં મસાજ સેવા પુરી પાડવી ભારતીય સંસ્કૃત્તિની વિરૂધ્ધ છે : ભાજપના સાંસદ


(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 13 જૂન, 2019, ગુરૂવાર

રેલવેમાં મુસાફરોને મસાજની સેવા આપવાની યોજનાની ખૂદ  શાસક પક્ષ ભાજપના નેતાઓ ભારે ટીકા કરી રહ્યા છે. ઇન્દૌરના ભાજપના સાંસદ શંકર લલવાણીએ કેન્દ્રના મંત્રી પીયુષ ગોયલને એક પત્ર લખી કહ્યું હતું કે મહિલા મુસાફરોની હાજરીમાં મસાજ સેવા આપવી આ તો ભારતીય સંસ્કૃત્તિની વિરૂધ્ધ અને નિમ્ન સ્તરનુ કાર્ય છે. આઠમી જૂને રેલવેના એક અધિકારીએ કહ્યું હતું કે ઇન્દૌરથી ઉપડતી ૩૯ ટ્રેનોમાં તેઓ મસાજની સેવા શરૂ કરશે.

વેસ્ટર્ન રેલવેના રતલામ વિભાગ તરફથી આ દરખાસ્ત મળી હતી.રેલવેને વધારાની રૂપિયા ૨૦ લાખની આવક ઊભી કરવી છે. ૨૦ હજાર ટિકિટોના વિચાણમાંથી આશરે ૯૦ લાખ રૂપિયા કમાવી શકાય છે.'ભારતીય સંસ્કૃત્તિની વિરૂધ્ધ જઇ મહિલાઓની હાજરીમાં આવી સેવા પુરી પડાશે? રેલવે માટે મુસાફરોને દવા અને ડોકટરોની સેવા પ્રાથમિકતા હોવી જોઇએ, નહીં કે  મસાજ'એમ લલવાણીએ પત્રમાં લખ્યું હતું.

આ સેવાને ત્રણ કેટેગરીમાં વહેંચી દેવામાં આવી હતી. ગોલ્ડ, ડાયમંડ અને પ્લેટિનમ. ગોલ્ડ માટે ચોંટે નહી એવો અથવા તો ઓલિવ ઓઇલનો ઉપયોગ કરાશે જેનો ચાર્જ હશે એક સો રૂપિયા. જ્યારે ડાયમંડ સેવા મેળવવા રૂપિયા ૨૦૦ અને પ્લેટિનમ માટે રૂ.૩૦૦ વસુલ કરાશે. તમામ સેવાઓ ૧૫થી ૨૦ મિનિટ અપાશે. રેલવે દ્વારા તમામ વિભાગોને ટિકિટના વેચાણ ઉપરાંતની આવક વધે એ માટે સુચનો આપવા કહેવામાં આવ્યું હતું તેમાં રતલામ વિભાગે પગ ચંપી અને તેલ માલીશનું સુચન કર્યું હતું.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WDXYa9
via Latest Gujarati News

Post a Comment

0 Comments