
- પાસિંગ માર્ક્સ સાથે ઉત્તીર્ણ થયેલા ઉસ્માનાબાદના રોહિતનો ગામવાસીઓએ સત્કાર કર્યો
મુંબઇ, તા. 10 જૂન 2019, સોમવાર
એક તરફ મહારાષ્ટ્ર બોર્ડની એસએસસીની પરીક્ષામાં સોમાંથી સો ગુણ મેળવનારા વિદ્યાર્થીઓની ચર્ચા ચાલી હતી. ત્યારે બીજી તરફ એવા પણ દાખલા બન્યા છેે જેમણે દરેક વિષયમાં પાસિંગ માર્ક એટલે કે ૩૫ માર્ક સ્કોર કર્યા હોય. આવો દાખલો મીરા રોડ અને ઉસ્માનાબાદ જિલ્લામાં જોવા મળ્યો છેે.
શનિવારે રિઝલ્ટ જાહેર થયા બાદ મીરા રોડની શાંતીનગર હાઈ સ્કૂલમાં ભણતા અક્ષીત જાધવને તેના માર્ક્સ જોઈને આશ્ચર્યનો પાર રહ્યો નહોતો. દરેક વિષયમાં ૩૫ માર્ક મેળવનારા અક્ષીતને ૫૫ ટકા આવવાની ધારણા હતી, એમ તેના પિતા ગણેશ જાધવે જણાવ્યું હતું.
રિઝલ્ટને લીધે અક્ષીત પાછળ મીડિયાની લાઈન લાગી હતી. સ્થાનિક ચેેનલો અને રિપોર્ટરો તેની મુલાકાત લેવા આતુર હતા. અક્ષીતનેપાસિંગ માર્ક મળ્યા છે પણ તે પાસ થયો એનો અમને આનંદ છે, અમે તેના પિતાએ જણાવ્યું હતું.
ઉસ્માનાબાદમાં રોહિત રોહિદાસ સોનવણે નામના વિદ્યાથીને તુળજાપુર તાલુકાની આપિસંહા ખાતેની નરેન્દ્ર આર્યા સ્કૂલમાંથી દસમા ધોરણની પરીક્ષા આપી હતી. શનિવારે રિઝલ્ટ બહાર પડયા બાદ જણાયું હતું કે રોહિતને તમામ વિષયમાં ૩૫ માર્ક મળ્યા છે. આથી ગામના લોકોએ તો જાણે અનોખી કામગીરી કરી હોય એમ તેનો સત્કાર પણ કર્યો હતો.
રોહિતના માતાપિતા ખેતી કરીને આજીવિકા રળે છે. રોહિતનો એક ભાઈ આઠમા અને બહેન સાતમા ધોરણમાં છેે. ઘરમાં મોટો હોવાથી માતાપિતાને ખેતીમાં પણ રોહિત મદદ કરે છે.
દસમા ધોરણમાં ઓછા ટકા આવ્યા હોવાની પરવાહ નથી કરતો, બારમામાં વધુ ગુણ સંપાદિત કરવાનું ધ્યેય છેે. ખેતીકામમાં મદદ કરવા સાથે બનશે એટલો અભ્યાસ કરીશ, એમ રોહિતે જણાવ્યું હતું.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IDDfyq
via Latest Gujarati News
0 Comments