રવી પૂજારી આફ્રિકાની સેનેગલ કોર્ટે જામીન આપ્યા બાદ ફરાર થયો હોવાના અહેવાલ


મુંબઇ, તા. 10 જૂન 2019, સોમવાર

અંડરવર્લ્ડ ડોન રવી પૂજારી આફ્રિકાના સેનગલ કોર્ટે જામીન મંજૂર કરતાં જ ફરાર થયો હોવાના અહેવાલ છેે. આ જવર્ષે ૨૧ જાન્યુઆરીએ સેનેગલ ખાતે ભારતીય ગુપ્તચર યંત્રણાની માહિતીના આધારે પૂજારીની ધરપકડ થઈ હતી. પૂજારી સેનેગલની બહાર ગયો હશેેતો તેને શોધવાનું મુશ્કેલ હોવાનું કહેેવાય છે.

પૂજારીને ભારત લાવવાના પ્રયાસો થઈ રહ્યા હતા. સેનેગલ આવવા પૂર્વે પૂજારી બર્કિના ફાસો ખાતે રહેેતો હતો. તેની સામે ભારતમાં ૨૦૦થી વધુ ગુના છે.

કર્ણાટક પોલીસના સૂત્રો અનુસાર પૂજારી સેનેગલમાંથી અન્ય દેેશમાં નાસી ગયો છે. આ સમાચારને સત્તાવાર સમર્થન મળી શક્યું નથી. પૂજારી સામે ઈન્ટરપોલ રેડ કોર્નર નોટિસ જારી કરાઈ છે. રવી પૂજારીપોતાનું નામ બદલીને એન્થની ફર્નાન્ડિસ રાખ્યું છે. તેને બુર્કિના ફાસો દેશનુ નાગરિકત્વ હોવાનો દાવો સૂત્રોએ કર્યો છે.

બારત તરફથી ધરપકડને ટાળવા પૂજારીએ સેનેગલમાં બનાવટી છેતરપિંડીનો ખોટો કેસ કરાવ્યો હતો. પોતેસેનેગલની બહાર જાય નહીં એનો તેનો ઉદ્દેશ્ય હતો. દરમ્યાન મુંબઈથી બે અધિકારીની ટીમ સેનેગલ પહોંચ્યાનું કહેવાય છે. ભારતીય ગુપ્તચર યંત્રણા, કર્ણાટક પોલીસ, ગુજરાત એટીએસ અને આફ્રિકી અધિકારીને પૂજારીના સરનામાની જાણકારીનથી, એમ પણ સૂત્રોએ જણાવ્યું હતું.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2I956aD
via Latest Gujarati News

Post a Comment

0 Comments