પીઢ અભિનેતા ગીરીશ કર્નાડનું લાંબી માંદગી બાદ 81 વર્ષે બેંગલુરૂમાં નિધન


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 10 જૂન 2019, સોમવાર

એકટર,ડિરેકટર અને પીઢ અભિનેતા ગીરીશ કર્નાડનું સોમવારે સવારે લાંબી માંદગી બાદ બેંગલુરૂમાં નિધન થયું હતું. તેઓ ૮૧ વરસના હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી હતી તેમજ તેમના ઘણા અંગો કામ કરતા અટકી ગયા હતા.તેમની અંતિમ ક્રિયા બેંગલુરુમાં જ કરવામાં આવી હતી.ટચૂકડા પડદે તેઓ માલગુડી ડેઝમાં સ્વામીના પિતાના પાત્રમાં જોવા મળ્યા હતા.  

તેમનો જન્મ ૧૯૩૮માં મહારાષ્ટ્રના માથેરાનમાં કોંકણી પરિવારમાં થયો હતો. તેઓ ૧૯૫૮માં ધારવાડ સ્થિત કર્નાટક વિશ્વવિદ્યાલયથી ગ્રેજ્યુએટ થયા હતા. ત્યાર બાદ તે એક રોડ્ સ્કોલર તરીકે ઇંગલેન્ડ ગયા હતા. તેઓ શિકાગોની વિશ્વવિદ્યાલ. ફુલબ્રાઇટ મહાવિદ્યાલયમાં વિઝિટિંગ પ્રોફેસર પણ હતા. 

ઓક્સફર્ડ યુનિવર્સિટીથી ગિરીશે દર્શનશાસ્ત્ર,રાજનીતિશાસ્ત્ર અને અર્થશાસ્ત્રની માર્ટર્સ ડિગ્રી મેળવી હતી. ૧૯૬૩માં તેમની ઓક્સફર્ડ ટુનિવર્સિટિના પ્રેસિડન્ટ તરીકેની નિમણૂંક કરવામાં આવી ્હતી. 

ગિરીશે કારકિર્દીની શરૂઆત ૧૯૭૦માં આવેલી ફિલ્મ સંસ્કારથી કરી હતી. તેમાં તેમણે  સ્ક્રીન રાઇટિંગ પણ  કર્યું હતું.તેઓ ફક્ત ફિલ્મો અને થિયેટર સુધી સીમિત ન રહેતા તેમણે ઘણી સિરિયલોમાં પણ કામ કર્યું હતું.૧૯૭૪માં પદ્મશ્રી અને ૧૯૯૨માં પદ્મવિભૂષણ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.  તેને ૧૯૭૮માં રિલીઝ થયેલી ફિલ્મ ભૂમિકા માટે નેશનલ એવોર્ડ મળ્યો હતો. ૧૯૯૮માં તેમને જ્ઞાાનપીઠ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. બોલીવૂડમાં તેમની પહેલી ફિલ્મ ૧૯૭૪ની જાદુ કા શંખ હતી. તેમણએ સલમાન ખાન સાથે ટાઇગર ઝિંદાએ ફિલ્મમાં પણ કામ કર્યું હતું.

હિંદી ફિલ્મોની વાત કરીએ તો તેમણે નિશાંતમંથન, પુકાર, ઇકબાલ, ડોર, એક થા ટાઇગર જેવી ફિલ્મો કરી હતી. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2K9CU9G
via Latest Gujarati News

Post a Comment

0 Comments