
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 10 જૂન 2019, સોમવાર
છ મહિના પહેલા અનિલ કપૂરે નાગપુરમાં એક ઇવેન્ટ દરમિયાન જણાવ્યું હતું કે, એ અને જેકી શ્રોફ ફરી રૂપેરી પડદે સાથે કામ કરવાના છે. હવે નવા ડેવલપમેન્ટ પ્રમાણે અનિલ કપૂર અને જેકી શ્રોફ સુભાષ ઘાઇની આગામી ફિલ્મમાં સાથે કામ કરશે.
ફિલ્મ સાથે સંકળાયેલા સૂત્રે જણાવ્યું હતું કે, થોડા જ મહિનામાં આ ફિલ્મનું કામ જોરશોરથી શરૂ થઇ જશે. સુભાષ ઘાઇની આ ફિલ્મનું નામ રામચંદ કિશનચંદ હશે જે એક ક્રાઇમ-કોમેડી હશે. આ ફિલ્મમાં ૫૦ વર્ષીય બે પોલીસની વાત વણી લેવામાં આવશે. આ વરસના અંતમાં આ ફિલ્મનું શૂટિંગ મુંબઇમાં શરૂ કરવામાં આવશે.
સુભાષ ઘાઇની ફિલ્મમાં આ જોડીએ પોલીસની જ ભૂમિકા ભજવી હતી. એ ફિલ્મમાં જેકીએ રામ નામના પ્રમાણિક પોલીસ ઓફિસરની અને અનિલે લખન નામના લાંચિયા પોલીસ ઓફિસરનું પાત્ર ભજવ્યું હતું. જેકીને આ ફિલ્મ વિશે પુછતાં તેણે ફિલ્મ વિશે વધુ માહિતી ન આપતાં ફક્ત સુભાષ ઘાઇની ફિલ્મમાં કામ કરવા હું હમેશા તૈયાર જ હોઉ છું એમ કહ્યું હતું.
સુભાષ ઘાઇના સૂત્રે જણાવ્યું હતું કે, એમણે અનિલ અને જેકી માટે વિવિધ સ્ક્રિપ્ટસ તૈયાર કરી હતી જેમાંથી તેમને આ પસંદ પડી છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2XDRPvN
via Latest Gujarati News
0 Comments