
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 10 જૂન 2019, સોમવાર
રણવીર સિંહની ફિલ્મ ૮૩માં દીપિકા પદુકોણ કામ કરવાની છે, તેવી ચર્ચા કેટલાય સમયથી બોલીવૂડ તેમજ મીડિયામાં હતી. પરંતુ આ વાતમાં સત્ય કેટલું છે તે કોઇ જણાવી શકતા નહોતા. પરંતુ હવે મળેલી બાતમી મુજબ આ ફિલ્મમાં દીપિકા ખરેખર કામ કરવાની છે.
ફિલ્મ ૮૩માં દીપિકાની એન્ટ્રી થઇ ગઇ છે. ફિલ્મસર્જકે દીપિકાને આ રોલ માટે મનાવી લીધી છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, દીપિકા પદુકોણને આ ફિલ્મમાં સહ-નિર્માતા તરીકેની ક્રેડિટ પણ આપવામાં આવશે. આ પરથી સ્પષ્ટ થાય છે કે દીપિકાના બેનર હેઠળ ૨૦૨૦માં છપાક અને ૮૩ જેવી ફિલ્મો રિલીઝ થશે.
ફિલ્મ ૮૩માં દીપિકાનુું પાત્ર કપિલ દેવની પત્ની રૂમીનું હશે. રૂમીએ એ સમયે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, જ્યારે જ્યારે વેસ્ટ ઇન્ડિઝના ક્રિકેટરો ચોક્કા મારતા હતા ત્યારે મને હોટલની રૂમમાં જઇને રડવાનું મન થતું હતું. ફિલ્મસર્જકને આશા છે કે, દીપિકા રૂમીના પાત્રને રૂપેરી પડદે સુંદર અને રસપ્રદ રીતે ન્યાય આપશે.
દીપિકા પોતાની ફિલ્મ છપાકના શૂટિંગમાં વ્યસ્ત હોવાથી તે ફિલ્મ ૮૩માં કામ કરવા રાજી થતી નહોતી. પરંતુ હવે તેની ફિલ્મનું શૂટિંગ પુરું થઇ ગયું હોવાથી તેણે પતિ રણવીર સિંહની સાથે ફિલ્મ ૮૩માં કામ કરવાની તૈયારી દર્શાવી છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2X4hwZm
via Latest Gujarati News
0 Comments