
કાનો, તા. 13 જૂન, 2019, ગુરૂવાર
નાઇજીરિયાના આંતરિયાળ વિસ્તારમાં સશસ્ત્ર લૂંટારૂંઓ ત્રાટક્યા હતા અને આડેધડ ફાયરિંગ કરી ૪૦ ગ્રામજનોની હત્યા કરી હતી ્ને એકદા ડઝન લોકોને ઘાયલ કર્યા હતા.સેન્ટ્રલ નિગર રાજ્યના શિરોરો ગામમાં બાઇક પર સવાર થઇને આવેલા બંદુકધારીઓ ખેતરો અને પશુઓના ઢોરવાડામાં ઘુસી ગયા હતા.આડેધડ ફાયરિંગ કરીને તેઓ પશુઓને લઇને ભાગી ગયા હતા.
' અત્યાર સુધી ૪૦ મૃત્યુ દેહ મળ્યા હતા.શોધ ખોળ અને બચાવ ટુકડીઓ હજુ પણ મૃત્યુદેહ શોધી રહ્યા છે અને અંતિમ આંકડો તો પછી જ જાહેર કરાશે'એમ ઇમર્જન્સી વિભાગના પ્રવકતા ઇબ્રાહીમ આદુ હુસેને કહ્યું હતું.
લૂંટારૂઓએ ૨૦૦૦ ગ્રામજનોને તેમના ઘરોમાંથી બહાર આવવા ફરજ પાડી હતી. ફાયરિંગમાં બારેક જણા ઘાયલ થયા હતા.હુસેને કહ્યું હતું કે લૂંટારૂઓ ગામમાંથી સેંકડો પશુઓ લૂંટી ગયા હતા. જે ગામડાઓમાં તેઓ ઘુસ્યા હતા તેમાં ક્વાકી, અજાતીયા, ગ્વાસા, બારડેન, દ્વાકી, અલેવા અને સારકિનનો સમાવેશ થતો હતો. સંદેશા વ્યવહારમાં ખરાબી તેમજ પર્વતીય વિસ્તાર હોવાથી હુમલાના સમાચાર મોડેથી મળ્યા હતા.
લૂટારૂઓએ રુગુ જંગલમાંથી હુમલો કર્યો હતો જે અન્ય જિલ્લાઓમાં વહેંચાયેલો છે. દેશના પૂર્વોત્તર જિલ્લાઓમાં અપહરણ અને પશુઓની લૂટથી આતંક ફેલાવવામાં આવી રહ્યું છે. પરંતુ નીગર પર ભાગ્યેજ હુમલા કરાય છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Ie1tAj
via Latest Gujarati News
0 Comments