ફ્રાન્સિસ ફોર્ડ કોપોલાનું સન્માન કરાશે

લોસ એંજલ્સ તા.13 જૂન 2019 ગુરૂવાર

હરતી ફરતી યુનિવર્સિટી જેવા અમેરિકી ફિલ્મ સર્જક ફ્રાન્સિસ ફોર્ડ કોપોલાનું લુમિયર એવોર્ડ દ્વારા સન્માન કરાશે એવા અહેવાલ પ્રગટ થયા હતા.

આ વર્ષના ઓક્ટોબરમાં યોજાનારકા લુમિયર એવોર્ડ સમારોહમાં કોપોલાના પ્રદાનને બિરદાવવાની આયોજકોની યોજના છે. ગૉડફાધર ટ્રિલોજી દ્વારા અદ્વિતીય ફિલ્મો બનાવનારા આ સર્જકને લુમિયર એવોર્ડથી નવાજવામાં આવશે એમ વેરાયટી ડૉટ કોમના એક અહેવાલમાં જણાવાયું હતું. આ પ્રસંગે ગૉડફાધર ટ્રિલોજી પ્રદર્શિત કરવામાં આવશે. 

૮૦ વર્ષના કોપોલાએ લુમિયરના આમંત્રણનો સ્વીકાર કર્યો હતો. આ ફેસ્ટિવલ ઓક્ટોબરની ૧૨મીથી ૨૦મી સુધી ચાલવાનો છે. કોપોલાએ ફેસ્ટિવલમાં હાજરી આપવાની સંમતિ આપી હતી. 

દર વરસે આ ફેસ્ટિવલમાં હેરિટેજ ફિલ્મો બનાવનારા ટોચના સર્જકોને બિરદાવવામાં આવે છે. ફ્રાન્સના લિયોન મેટ્રોપોલીસમાં આ ફેસ્ટિવલ યોજાય છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2XbRpzT
via Latest Gujarati News

Post a Comment

0 Comments