સિડની/ મુંબઇ તા.13 જૂન 2019 ગુરૂવાર
આ વર્ષે ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં યોજાનારા ઇન્ટરનેશનલ ફિલ્મ્સ ફેસ્ટિવલમાં બોલિવૂડના બેતાજ બાદશાહ તરીકે ઓળખાતા સુપર સ્ટાર કમ ફિલ્મ સર્જક શાહરુખ ખાન સ્પેશિયલ ગેસ્ટ તરીકે હાજરી આપશે.
આ વર્ષના ફિલ્મ્સ ફેસ્ટિવલમાં સાહસનો થીમ નક્કી કરાયો છે. આઠમી ઑગષ્ટથી ફેસ્ટિવલ શરૃ થશે અને ૧૭ ઑગષ્ટે એની પૂર્ણાહુતિ થશે.
શાહરુખે કહ્યું હતું કે મને ઉદ્ઘાટન માટે નિમંત્રિત કરવા બદલ હું આયોજકેા અને ઓસ્ટ્રેલિયન સરકારનો આભારી છું. આ આમંત્રણને હું મારા સન્માન સમાન ગણું છું.
અમે ચક દે ઇન્ડિયાનું શૂટિંગ અહીં કર્યું હતું અને મને સાહસ શબ્દનો સાચ્ચો અર્થ સમજાયો હતો. આપણા વિશાળ ફિલ્મ ઉદ્યોગને બિરદાવતો આ ફેસ્ટિવલ યોજાઇ રહ્યો છે એને હું બોલિવૂડના ગૌરવ સમાન સમજું છું. મને ત્યાં હાજરી આપતાં ખરેખર આનંદ થશે. હું અત્યારથી આ ફેસ્ટિવલના મુદ્દે સારો એવો ઉત્તેજિત છું.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2KgFwTo
via Latest Gujarati News
0 Comments