યસ, મારેા એની સાથે અફેર ચાલે છે...

મુંબઇ તા.13 જૂન 2019 ગુરૂવાર

  બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ અભિનેતા ફિલ્મ સર્જક આમિર ખાનની પહેલા લગ્નથી થયેલી પુત્રી ઇરા ખાને સંગીતકાર મિશાલ કૃપાલાણી સાથે પોતે અફેરમાં હોવાનો જાહેરમાં એકરાર કર્યો હતો.

છેલ્લા થોડા સમયથી આ બંનેની કેટલીક ઇન્ટિમેટ તસવીરો સોશ્યલ મિડિયા પર ફરતી થઇ હતી. ખુદ આમિર ખાને આ તસવીરો જોઇ હતી અને કૉફી વીથ કરણમાં મહેમાન તરીકે આવેલા આમિર ખાને કહ્યું હતું કે મારાં બાળકો ફિલ્મ ઉદ્યોગમાં જોડાવા થનગની રહ્યાં છે. જુનૈદને અભિનેતા બનવું છે અને ઇરાને ફિલ્મ સર્જનમાં રસ છે...

ઇરા અને મિશાલ બંને એેકબીજાની સાથેની તસવીરો સોશ્યલ મિડિયા પર શૅર કરતા રહે છે. ઇરાએ સોશ્યલ મિડિયા પર મૂકેલી એક વિડિયો ક્લીપમાં મિશાલ ગીત ગાતો સંભળાયો હતો. 

ઇરાના બર્થ ડે પર મિસાલે એક પોસ્ટ મૂકી હતી જેમાં ઇરાને બર્થ ડે વીશ કરતાં લખેલું કે તમે ખૂબ સાદાં છો.માત્ર  બર્થ ડે પોસ્ટથી ખુશ ઝઇ જાઓ છો...

આમિર ખાનના આ અફેર વિશેના પ્રતિભાવ જાણી શકાયાં નહોતાં... 




from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IbQ7fW
via Latest Gujarati News

Post a Comment

0 Comments