છેલ્લા ત્રણ વર્ષમાં જમ્મુ-કાશ્મીરમાં 700થી વધુ આતંકીઓ ઠાર મરાયા : ગૃહ મંત્રાલય


(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 25 જૂન, 2019, મંગળવાર

છેલ્લા ત્રણ વર્ષમાં જમ્મુ-કાશ્મીરમાં 700થી વધુ આતંકીઓના મોત થયા છે તેમ ગૃહ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે. ચાલુ વર્ષે જાન્યુઆરીથી 16 જૂન સુધીમાં કુલ 113 આતંકીઓના મોત થયા છે. 2018માં 257, 2017માં 213 અને 2016માં 150 આતંકીઓના મોત થયા હતાં. 

છેલ્લા ત્રણ વર્ષમાં 112 નાગરિકોએ પણ પોતાના પ્રાણ ગુમાવ્યા છે. જે પૈકી 2016માં 15, 2017માં 40, 2018માં 39 અને ચાલુ વર્ષે 16 જૂન સુધીમાં 18 લોકોના મોત થયા હતાં. 

ગૃહ મંત્રાલયના રાજ્ય કક્ષાના પ્રધાન જી કિશન રેડ્ડીએ જણાવ્યું હતું કે સરકાર આતંકવાદને કોઇ પણ સંજોગોમાં સહન નહીં કરે. આતંકીઓ સામે સુરક્ષા દળો કડક કાર્યવાહી કરી રહ્યાં છે. સુરક્ષા દળો આતંકવાદીઓને મદદ કરી રહેલા લોકો ઉપર પણ નજર રાખી રહ્યાં છે અને તેમની સામે પણ કાર્યવાહી કરી રહ્યાં છે. 

ગૃહ મંત્રાલયે વધુમાં જણાવ્યું છે કે અત્યાર સુધીમાં દેશમાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન આઇએસઆઇએસના 155 સભ્યો અને તેના પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા 155 સભ્યોની ધરપકડ કરવામાં આવી છે. 

કેન્દ્ર અને રાજ્ય સરકારની સુરક્ષા એજન્સીઓેને વિવિધ રાજ્યોમાંથી આઇએસઆઇએસમાં જોડાયેલા લોકોની માહિતી મળી હતી.  નેશનલ ઇન્વેસ્ટીગેન એજન્સી(એનઆઇએ) અને રાજ્ય પોલીસ દળોએ આઇએસઆઇએસના સભ્યો અને તેના પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા લોકો સામે કેસ દાખલ કર્યો છે. આઇએસઆઇએસ પોતાની પ્રવૃત્તિઓના પ્રસાર માટે ઇન્ટરનેટ આધારિત સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યું છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YcCanG
via Latest Gujarati News

Post a Comment

0 Comments