ટાઇગર શ્રોફની સફળતામાં એક વધુ યશકલગી ઉમેરાશે


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 25 જૂન 2019, મંગળવાર

થોડા દિવસ પહેલા જ ફિલ્મ 'બાગી ૩'ને લઇને સમાચાર હતા કે, રિતેશ દેશમુખ ટાઇગર શ્રોફના ભાઇની ભૂમિકા ભજવવાનો છે. હવે આ ફિલ્મને લગતી નવી વાત એ છે કે, ટાઇગર શ્રોફ આ ફિલ્મથી સ્ટન્ટ ડિરેકટર બનવાનો છે. 

૨૯ વર્ષીય અભિનેતા મિક્સ માર્શિયલ આર્ટ્સનો નિષ્ણાંત છે. હવે તે અન્ય ફોર્મસ શીખી રહ્યો છે તેમજ કલારિપયુટ્ટુ,કુંગ ફુ, કર્વ મેગા, કિક બોક્સિંગ અને મ્યુયની પ્રેકટિસ કરીરહ્યો છે. તે 'બાગી ૩'માં યુનિક એકશન દ્રશ્યોનો સમાવેશ કરવા માંગે છે. તે દિગ્દર્શક અહમદ સાથે નવા સ્ટન્ટ ડેવલપ કરી રહ્યો  છે, '' તેમ ફિલ્મની નજીકના સૂત્રે જણાવ્યું હતું. 

ટાઇગરની આગામી ફિલ્મ હૃતિક રોશન સાથેની છે. તેણે આ બાબતે જણાવ્યું હતું કે, '' મારો દિગ્દર્શક હંમેશાથી સલાહ-સૂચનોને આવકારે છે. તેથી હું પણ સ્ટંટ ટીમ સાથે રહીને અમે ઉત્તમ આપવાનું પ્રયાસ કરશું.''



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Yd6ej3
via Latest Gujarati News

Post a Comment

0 Comments